Not Set/ જર્મની-બેલ્જિયમમાં ભારે વરસાદ, પૂરમાં 42ના મોત, 50થી વધુ લાપતા

જર્મનીમાં ભારે વરસાદને લીધે આવેલા પૂર બાદ એજન્સીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.42 લોકોના મોત ઉપરાંત 50થી વધુ લોકો ગુમ હોવાનું જણાવાયું છે

Top Stories World
flood જર્મની-બેલ્જિયમમાં ભારે વરસાદ, પૂરમાં 42ના મોત, 50થી વધુ લાપતા
  • છેલ્લાં કેટલાંક દિવસથી અવિરત વરસાદ
  • પૂરને કારણે અનેક શહેરોમાં ઘૂસ્યા પાણી
  • બેલ્જિયમનું પુર્ગતોઈ શહેર બન્યું નદી
  • પુર્ગતોઈમાં ચારેતરફ બસ પાણી જ પાણી
  • પૂરમાં અનેક ઘરો થઈ ગયા સંપૂર્ણ તબાહ
  • લાપતા લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન

જર્મનીમાં ભારે વરસાદને લીધે આવેલા પૂર બાદ એજન્સીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર 42 લોકોના મોત ઉપરાંત 50થી વધુ લોકો ગુમ હોવાનું જણાવાયું છે. પૂરના કારણે ઘણા મકાનો તૂટી પડ્યા છે અને ઘણા શહેરોમાં પાણી ધસી આવ્યા છે. દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં મુખ્ય રાજમાર્ગો ડૂબી ગયા છે. રેલ્વે સર્વિસે જણાવ્યું હતું કે હાલમાં બધી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે.

પશ્ચિમના શહેર કોબલેન્ઝની પોલીસે ગુરુવારે ટિ્‌વટ કર્યું હતું કે આહરવિલર કાઉન્ટીમાં ચાર લોકો માર્યા ગયા હતા અને લગભગ 50 જેટલા લોકો તેમના ઘરની છત પર ફસાયા હતા. શુલડ ગામમાં છ મકાનો રાતોરાત તૂટી પડ્યા. ઘણા દિવસોના ભારે વરસાદ બાદ આ વિસ્તારમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ અને મધ્ય જર્મની તેમજ પડોશી દેશોના મોટા ભાગોને વ્યાપક નુકસાન થયું છે.

પશ્ચિમી જર્મન શહેર અલ્ટેનામાં બચાવ કામગીરી દરમિયાન બુધવારે ફાયર ફાઇટર ડૂબી ગયો. પૂર્વી શહેર જોહસ્તાડોટોમાં પૂરથી તેની સંપત્તિ બચાવવાનો પ્રયાસ કરતી વખતે બીજો એક વ્યક્તિ ગુમ થયો હતો. રાત્રીના વરસાદને કારણે પૂર્વ બેલ્જિયમની સ્થિતિ વધુ ગંભીર બની છે. પોર્ટુગીઝ મીડિયા અહેવાલો અનુસાર, જર્મન અને બેલ્જિયમ નજીક, દક્ષિણ પોર્ટુગીઝ શહેર વાલ્કેનબર્ગમાં પૂરને કારણે એક કેર હોમ અને એક ધર્મશાળાને રાતોરાત ખાલી કરાવવામાં આવી હતી. દક્ષિણના પ્રાંત લિંબુર્ગમાં કેટલાક મકાનો પૂરની ચપેટમાં છે.