Not Set/ વડોદરા રેલ્વે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

વડોદરા રેલ્વે સ્ટેશન પાસે આવેલા રેલવે યાર્ડમાં આજે સવારે મેમુ ટ્રેનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. . જોકે, ટ્રેન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

Gujarat Vadodara
A 240 વડોદરા રેલ્વે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

વડોદરા રેલ્વે સ્ટેશન પાસે આવેલા રેલવે યાર્ડમાં આજે સવારે મેમુ ટ્રેનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. . જોકે, ટ્રેન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ લાગવાનું કરણ અકબંધ છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. વડોદરાનું ફાયર બ્રિગેડ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી સતત એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

ફાયર બ્રિગેડ અને રેલવેમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા રેલવે યાર્ડ નંબર-6-7 ઉપર ઉભેલી મેમુ ટ્રેનમાં વહેલી સવારે 5:45 કલાકે રહસ્યમય રીતે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ગુડ્સ ટ્રેનના લોકો પાઇલટ બ્રિજેશચંદ્રને થતાં તુરતજ તેઓએ રેલવે કંટ્રોલ રૂમને કરી હતી. મેમુ ટ્રેનમાં આગ લાગી હોવાની રેલવે કંટ્રઓલને જાણ કરતાની સાથે જ તંત્ર દ્વારા રેલવે લાઇન ઉપરનો વીજ પ્રવાહ(ઓ.એચ.ઇ.) બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :દિલ્હી બાદ હવે મુંબઈમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટર

આ ઘટનાની માહિતી મળતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેલવેના સ્ટાફ તથા ફાયર બ્રિગેડ દ્વ્રારા આગને કાબુમાં લાવી દીધી છે. હાલ વડોદરા રેલવે DRM સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. GRP, RPF પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.

આ સાથે રેલવે અને આર.પી.એફ. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ ડી.આર.એમ.એ મેમુ ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી મેળવવા માટે તપાસના આદેશ જારી કર્યા હતા. વહેલી સવારે ઉભેલી મેમુ ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તેની ચોક્કસ માહિતી મેળવવા માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. એફ.એસ.એલ. ની ટીમ દ્વારા જરૂરી નમૂના લઇ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસની એન્ટ્રી, પટનામાં નોંધાયા 4 કેસ, જાણો કોના માટે વધુ ખતરનાક

પોલીસનાં જણાવ્યાં અનુસાર ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે.આ આગ વહેલી સવારે લાગી હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની જહેમત બાદ જ આગ પર કાબુ મેળવાયો હતો.

આ પણ વાંચો :ચંદ્ર 50 હજાર ફોટો ક્લિક કરી વિશ્વભરમાં પ્રખ્યાત થયો આ છોકરો, જુઓ અદ્ભુત નજરો

kalmukho str 16 વડોદરા રેલ્વે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં