ચંદ્ર અને ચંદ્રના ફોટા હંમેશાં ચર્ચાનો વિષય બની રહે છે. મહારાષ્ટ્ર સ્થિત પુનાના એક 16 વર્ષના છોકરાએ આવુ સિધ્ધિ કર્યુ છે કે તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો છે. આ છોકરાએ ચંદ્રના 50 હજારથી વધુ ફોટો પાડીને, તેણે વિશ્વને એક અદભૂત દૃશ્ય બતાવ્યું. તેના પડેલા ચંદ્રના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રના ખૂબ જ સ્પષ્ટ અને રંગીન ફોટો ક્લિક કરનારા પ્રથમેશ 50 હજારથી વધુ ફોટા ક્લિક કર્યા અને આ કામમાં લગભગ 186 જીબી ડેટાનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો :દિલ્હી બાદ હવે મુંબઈમાં લાગ્યા PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટર
પ્રથમેશ જાજુએ આ અનોખી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને હવે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. જાજુએ તેનું નામ ‘ એચડીઆર લાસ્ટ ક્વાર્ટર મિનરલ મૂન’ (Last Quarter Mineral HDR Moon Composite) રાખ્યું છે.

પ્રથમેશ જાજુએ કહ્યું કે, ‘મેં કેટલાક લેખો વાંચ્યા અને યુટ્યુબ પર વીડિયો જોયો. મેં ત્યાં આ ફોટા કેપ્ચર કરવા અને પ્રોસેસિંગ કરવા વિશેની માહિતી એકઠી કરી. પ્રથમેશે કહ્યું કે તે એક એસ્ટ્રોફિઝિસ્ટ બનવા માંગે છે અને આ ક્ષણે એસ્ટ્રોફોટોગ્રાફી તેમના માટે શોખ છે.

આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસની એન્ટ્રી, પટનામાં નોંધાયા 4 કેસ, જાણો કોના માટે વધુ ખતરનાક
એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે આ તસવીરો 3 મેની રાત્રે કેદ કરાઈ હતી. તેણે લગભગ ચાર કલાક સુધી વીડિયો અને ફોટોગ્રાફ્સ કેપ્ચર કર્યા. આ પછી પ્રોસેસ કરવામાં 38-40 કલાકનો સમય લાગ્યો.
https://www.instagram.com/p/COiTQQSJZy8/?utm_source=ig_web_copy_link
તેમણે એમ પણ કહ્યું કે પચાસ હજાર ફોટોગ્રાફ્સ પાછળનું કારણ ચંદ્રનું શ્રેષ્ઠ ફોટો મેળવવું હતું, તેણે તમામ તસવીરો એક સાથે સંકલિત કરી છે. તેણે ખેંચેલી તસવીરોમાં 186 ગીગાબાઇટ ડેટાથી વધુ છે.

આ પણ વાંચો : અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા પી -305 જહાજમાં સવાર 26 લોકોના મળ્યા મૃતદેહ, 49 હજુ પણ લાપતા

