સામુહિક આત્મહત્યાનો પ્રયાસ/ રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પરિવારે ઝેરી દવા પીને કર્યાે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ, પુત્રનું સારવાર દરમિયાન મોત

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે રહેતા એક પરિવારે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે 

Top Stories Gujarat
5 2 3 રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પરિવારે ઝેરી દવા પીને કર્યાે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ, પુત્રનું સારવાર દરમિયાન મોત
  • રાજકોટઃ ઝેરી દવા પીને પરિવારે કર્યો આપઘાતનો પ્રયાસ
  • વ્યાજખોરના ત્રાસથી પરિવારે કર્યો આપઘાતનો પ્રયાસ
  • સારવાર દરમિયાન 24 વર્ષીય પુત્ર ધવલનું મોત
  • દંપતિની હાલત હજુ ગંભીર, સારવાર હેઠળ
  • રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પરની ઘટના
  • પોલીસે 4 લોકો સામે નોંધી ફરિયાદ
  • એક આરોપીની ધરપકડ કરવામાં આવી
  • પોલીસે યોગ્ય ખાતરી આપ્યા બાદ સ્વિકાર્યો મૃતદેહ

રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતના પ્રયાસના સમાચાર સામે આવ્યા છે.  રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે રહેતા એક પરિવારે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે  જેમાં સારવાર દરમિયાન 24 વર્ષના પુત્ર ધવલનું મોત નિપજયું છે.જયારે દંપતિની હાલત ગંભીર છે.પોલીસે 4 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ મામલે કુટુબજનીઓએ મૃતદેહ સ્વીકાીરવાની ન પાડતા પરિસ્થિતિ પેચીદી બની હતી પરતું પોલીસે કડક કારયવાહી કરવાની બાંહેધરી આપતા મૃતદેહ સ્વીકાર્યો હતો. પોલીસે આ વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.