કાર્યવાહી/ સરખેજ વિસ્તારમા બાતમીના આધારે ગેર કાયદેસર ચાલતું કોલસેંટર ઝડપાયું

શહેરમાં બોગસ કોલ સેન્ટર ચલાવી લઈને નિર્દોષ લોકોને ઠગવાનો રાફડો ફાટયો છે. એક કોમ્પ્યુટર, લેપટોપ , ઇન્ટરનેટ અને કેટલીક એપ્લિકેશન મારફતે ભેજા ભાજ યુવકો શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા માટે બંધ બારણે બોગસ કોલ સેન્ટર નો ધંધો ચલાવી રહ્યા છે. જેને પકડી પાડવા માટે પોલીસે કમર કસવાનું શરૂ કર્યું છે. આ અંગે પોલીસ સૂત્રો તરફથી જાણવા […]

Ahmedabad
asdq 28 સરખેજ વિસ્તારમા બાતમીના આધારે ગેર કાયદેસર ચાલતું કોલસેંટર ઝડપાયું

શહેરમાં બોગસ કોલ સેન્ટર ચલાવી લઈને નિર્દોષ લોકોને ઠગવાનો રાફડો ફાટયો છે. એક કોમ્પ્યુટર, લેપટોપ , ઇન્ટરનેટ અને કેટલીક એપ્લિકેશન મારફતે ભેજા ભાજ યુવકો શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા માટે બંધ બારણે બોગસ કોલ સેન્ટર નો ધંધો ચલાવી રહ્યા છે. જેને પકડી પાડવા માટે પોલીસે કમર કસવાનું શરૂ કર્યું છે.

આ અંગે પોલીસ સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી અનુસાર, સરખેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટર ડી. પી. સોલંકી તથા અન્ય સ્ટાફ બુઘવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રાત્રે આશરે સવા બે વાગ્યાના સુમારે તેમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો તૈયબ રેસિડેન્સીના છઠ્ઠા માળે આવેલા પેન્ટ હાઉસમાંથી ટેક્સ્ટ નાઉ નામના સોફ્ટવેરની મદદથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવે છે.

આરોપીઓ અમેરિક નાગરિકોને ફોન કરી તેમની લોન મંજૂર થઈ હોવાનું તથા તે માટે વોલમાર્ટ અથવા ગુગલ-પે દ્વારા 25થી 200 ડોલરનું ગિફ્ટ વાઉચર લઈને તે વાઉચરનો નંબર મેળવી લઈ નાણાંની ઉચાપત કરી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરે છે.

આ માહિતી મળતાં પોલીસે પંચોને સાથે રાખી તૈયબ રેસિડેન્સીના આર બ્લોકના છઠ્ઠા માળે આવેલા પેન્ટહાઉસમાં દરોડો પાડી કોલસેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ચાર આરોપીઓ (1) અરફાત નિસારઅહેમદ ગુલામકાસીમ શેખ (ઉ.વ.22) રહે સી-303 તૈયબ રેસિડેન્સી (2) નાસીરહુસૈન નજીરહુસૈન હુસૈનખાન પઠાણ (ઉ.વ.23) રહે આર-502,602 તૈયબા રેસિડેન્સી (3) મોઈનબેગ સલીમબેગ મિર્ઝા (ઉ.વ.24) રહે. એ-402 મીમ રેસિડેન્સી, ફતેહવાડી તથા (4) સહદ ઉસ્માનગની ધોબી (ઉ.વ.21) રહે. 10, સામ્યાના સોસાયટી, વેજલપુરને ઝડપી લઈ મોબાઈલ ફોન, કોમ્પ્યુટર્સ વગેરે મુદ્દામાલ જપ્ત કરી આઈ.ટી.એક્ટ તથા છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.