AMC/ વેજીટેબલ્સ ઓન વ્હીલના રૂપાળા નામ હેઠળ ખરીદવામાં આવેલી રિક્ષાની હાલમાં આવી છે દશા

વેજીટેબલ્સ ઓન વ્હીલના રૂપાળા નામ હેઠળ ખરીદવામાં આવેલી રિક્ષાની હાલમાં આવી છે દશા

Ahmedabad Gujarat
ધીંગા ગવર 13 વેજીટેબલ્સ ઓન વ્હીલના રૂપાળા નામ હેઠળ ખરીદવામાં આવેલી રિક્ષાની હાલમાં આવી છે દશા

@રીમા દોશી, અમદાવાદ

માર્ચ મહિનામાં ગુજરાત અને અમદાવાદ માં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારે કોરોના ના કેસો વધતા AMC દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકોને સારા શાકભાજી મળે અને લોકો ઘરની બહાર ન નિકળેતે માટે એએમસી દ્વારા એક ખુબ સારો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.  જેમા સ્માર્ટ સીટી અને યુસિડિ(અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ) વિભાગ સાથે મળીને ૧૦ ઈ રીક્ષાના પાઈલોટ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ અને આ પ્રોજેક્ટ હેઠળ ૭ ઝોનમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકોને શાકભાજી પહોચાડવાની શરૂઆત કરી.

આ સમયે લોકોએ પણ આ પ્રોજેક્ટને આવકાર્યો ત્યાર બાદ પ્રોજેક્ટ સફળ થતા ૮૦ જેટલી ઈ રીક્ષા એએમસી દ્વારા વસાવવામાં આવી અને અલગ અલગ વોર્ડમાં તેની ફાળવણી પર કરી દેવામાં આવી .પણ અનલોક બાદ તે રીક્ષાની કામગીરી બંધ થવા લાગી. કહીએ કે પ્રોજેક્ટનુ બાળ મરણ થયુ. મોટાભાગની રીક્ષા ઓ ઘુળ ખાઇ રહી છે. સુત્રોનુ માનીએ તો કેટલીક તો પડી પડી બંધ થઈ ગઈ છે.

કોરોડોનો ખર્ચ કરી રીક્ષા તો ખરીદાઇ પણ તેનો  હેતુ પુર્ણ ન થતો હોય તેમ લાગી રહ્યુ છે. વેજીટેબલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ ભલે નીષ્ફળ ગયો હોય પરંતુ કરોડોના ખર્ચે લીધેલી આ રીક્ષા નો અન્ય કાર્યમા ઉપયોગ થાય તો પણ તેનો ખર્ચ લેખે લાગે. પ્રજાની પરસેવેની કમાણીથી લીઘેલી આ રીક્ષાઓનો ઉપયોગ થાય છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર કોરોનાનુ એપીસેન્ટર બન્યુ હતુ અને કોટ વિસ્તાર બફર ઝોન જાહેર કરાયો હતો ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘર બેઠા શાકભાજી મળી રહે તે માટે વેજીટેબલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ શરુ કરાયો હતો. આ માટે શાકભાજીના ફેરીયાઓને ઇ- રીક્ષા આપવામા આવી હતી પરતુ તંત્રની બેદરકારીને પગલે હાલ મોટા ભાગની રીક્ષાઓ ધુળ ખાઇ રહી છે અને હાલ તો આ પ્રોજેક્ટ શોભાના ગાઠીયા સમાન બન્યો છે

ક્રાઈમ બ્રાંચ / નકલી પોલીસ બની હોટેલમાંથી નીકળતા કપલને ખંખેરતો આરોપી ઝબ્બે…

omg / 16 કરોડનું એક ઈન્જેક્શન..! બ્રિટનના 8 સપ્તાહનું બાળક પીડાય છ…

#coronavaccine / વિશ્વના ઘણા દેશોમાં રસીકરણ ચાલુ, પરંતુ આ અહેવાલો ડરાવે છે, જ…

Corona Virus / મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ : ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ક…