@ભાવેશ રાજપૂત, અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ જશોદા નગર ચાર રસ્તા પાસેથી સલીમ મિયા રાઠોડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, આઈ કાર્ડ અને કાર એમ કુલ રૂપિયા ૪ લાખ ૪૭ હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ એસઆરપી ના કોન્સ્ટેબલ માંથી ડિસમિસ થયેલ છે. આરોપી અમદાવાદ શહેરની અલગ અલગ હોટલોની બહાર નીકળતા કપલ અને દેહવિક્રયનો વેપાર કરતી યુવતીઓના દલાલનો પીછો કરીને તેઓને રોકીને પોલીસની ઓળખ આપી ડરાવી-ધમકાવી તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેતો હતો.
આરોપીની પૂછપરછમાં અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં બનેલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં નવરંગપુરા, હીરાવાડી , જશોદાનગર અને સરખેજ જેવા વિસ્તારોમાં અલગ-અલગ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીના ગુનાઇત ઇતિહાસ ની વાત કરીએ તો અગાઉ પણ આરોપી વર્ષ 2012માં બનાવટી પોલીસની ઓળખ આપીને રૂપિયા બનાવવાનાં ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૦૯માં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન પણ અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
#coronavaccine / વિશ્વના ઘણા દેશોમાં રસીકરણ ચાલુ, પરંતુ આ અહેવાલો ડરાવે છે, જ…
Corona Virus / મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ : ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ક…
omg / 16 કરોડનું એક ઈન્જેક્શન..! બ્રિટનના 8 સપ્તાહનું બાળક પીડાય છ…
