Not Set/ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર, આ રીતે તપાસો

ધોરણ 12નું પરિણામમાં ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના 25 માર્કસ, તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.

Top Stories Gujarat Others
A 283 આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર, આ રીતે તપાસો

ઘોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના મહામારીના કારણે રાજ્યસરકારે 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ધોરણ 12નું પરિણામમાં ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના 25 માર્કસ, તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.

આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે જણાવાયું છે કે , રાજ્ય સરકારે ધો-12 વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટે એક નવી નીતિ જાહેર કરી હતી જે મુજબ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :ચાલુ બસમાં માતાએ બાળકીને આપ્યો જન્મ, ઘરમાં ખુશીની લહેર

પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટ તેમજ અન્ય સર્ટિફિકેટ માટે આગામી સમયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓને પોતાના પરિણામમાં અસંતોષ હોય તો 15 દિવસની અંદર ગાંધીનગર શિક્ષણ કચેરી ખાતે જવાનું રહેશે.

આ પણ વાંચો :ધોરાજીમાં લવ જેહાદનો કિસ્સો,યુવતીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org આજે તા.17 જુલાઈ ના રોજ સવારના 8:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી શકશે તથા જોઇ શકશે. શાળાએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે અને તેના પરિણામની જાણ કરવાની રહેશે.

આ પણ વાંચો : રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયમર્યાદા તા.૩૧ જુલાઇ સુધી લંબાવવામાં આવી