Not Set/ સંસદ સત્ર પહેલા મોદી સક્રિય,ચાર દિવસમાં સંબોધશે 5 રેલી

નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ સત્ર પહેલા સક્રિય થઈ ગયા છે. તે 2019 ની લોકસભા ચુંટણી પહેલા વિપક્ષી દળો પર નિશાન સાધવાની તક છોડવા માંગતા નથી. આગામી પાંચ દિવસો એટલે કે 11 જુલાઈથી 16 જુલાઈ સુધી ત્રણ રાજ્યોમાં ચાર રેલીઓને પીએમ મોદી સંબોધન કરશે. આ રેલીઓ માધ્યમથી વડાપ્રધાન ખેડૂતો સાથે વાતચીતની સાથે-સાથે અકાળી દળ […]

Top Stories India Politics
images 1518087714705 narendra modi સંસદ સત્ર પહેલા મોદી સક્રિય,ચાર દિવસમાં સંબોધશે 5 રેલી

નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ સત્ર પહેલા સક્રિય થઈ ગયા છે. તે 2019 ની લોકસભા ચુંટણી પહેલા વિપક્ષી દળો પર નિશાન સાધવાની તક છોડવા માંગતા નથી. આગામી પાંચ દિવસો એટલે કે 11 જુલાઈથી 16 જુલાઈ સુધી ત્રણ રાજ્યોમાં ચાર રેલીઓને પીએમ મોદી સંબોધન કરશે.

આ રેલીઓ માધ્યમથી વડાપ્રધાન ખેડૂતો સાથે વાતચીતની સાથે-સાથે અકાળી દળ અને અપના દળ જેવા સહયોગીઓની ફરીયાદો પણ સાંભળશે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરશે. ૧૮ જુલાઈથી સંસદનુ ચોમાસુ સત્ર શરુ થઈ રહ્યુ છે.

મોદી સરકાર આ સત્રને બજેટ સત્રની જેમ હંગામાના કારણે ગુમાવવા માંગતી નથી.

બજેટ સત્ર દરમિયાન વિપક્ષી દળોએ વધુ એનડીએના સહયોગી દળોએ સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો. સરકાર ઇચ્છે છે કે આ વખતે આવુ કંઈ ન થાય અને સમગ્ર એનડીએ સરકાર સાથે મજબુતિથી ઉભુ રહે. વડાપ્રધાન મોદી આવતીકાલે પંજાબના મલોટમાં કૃષિ કલ્યાણ રેલીને સંબોધન કરશે.

આ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે અકાળી દળના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને પૂર્વ ડીપ્ટી સીએમ સુખબીર બાદલ પણ સ્ટેજ પર હાજર રહેશે.

અકાળી દળે થોડા દિવસ અગાઉ ભાજપ પર કેટલાક કટાક્ષ કર્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ સાથે મંચ શેર કરવાથી અકાળી દળના નેતાઓનુ વલણ નરમ પડશે. પંજાબ બાદ મોદીનો આગામી તબક્કો યુપીમાં થશે.

પીએમ 14 જુલાઈએ યુપીના પૂર્વ સીએમ મુલાયમસિંહ યાદવે સંસદીય ક્ષેત્ર આજમગઢથી પૂર્વાંચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કરશે. તેમજ તેઓ સંસદીય વિસ્તાર 15 જુલાઈએ વારાણસી પહોંચશે.