Not Set/ પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર, પાર્ટીનાં મંત્રીઓનું કામ અર્થવ્યવસ્થા સુધારવાનું કે કોમેડી સર્કસ ચલાવવવાનું

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયેલા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનાં સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલની ટિપ્પણી પર સરકારની આકરી ઝાટકણી કાઠતા કહ્યું હતું કે, મંત્રીઓનું કામ કોમેડી સર્કસ ચલાવવાનુ નહી પણ અર્થવ્યવસ્થામાં સુધારણા માટે છે. આજે દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે નેતાઓ ભાષણમાં કશુ પણ બોલવામાં પાછી પાની રાખી […]

Top Stories India
Priyanka gandhi પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર, પાર્ટીનાં મંત્રીઓનું કામ અર્થવ્યવસ્થા સુધારવાનું કે કોમેડી સર્કસ ચલાવવવાનું

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયેલા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીનાં સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલની ટિપ્પણી પર સરકારની આકરી ઝાટકણી કાઠતા કહ્યું હતું કે, મંત્રીઓનું કામ કોમેડી સર્કસ ચલાવવાનુ નહી પણ અર્થવ્યવસ્થામાં સુધારણા માટે છે.

આજે દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે નેતાઓ ભાષણમાં કશુ પણ બોલવામાં પાછી પાની રાખી રહ્યા નથી. જેને લઇને હવે પ્રિયંકા ગાંધીએ પોતાનો વિરોધ નોંધાવવા ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ભાજપનાં નેતાઓને જે કામ મળ્યું છે તે કરવાને બદલે તેઓ અન્યની સિદ્ધિઓને નકારી કાઠવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોબેલ વિજેતા પોતાનું કામ પ્રામાણિકપણે કર્યું, નોબેલ જીત્યો.”

પ્રિયંકાએ કટાક્ષ કરતા કહ્યું, “અર્થવ્યવસ્થા ખાડે જઇ રહી છે.” તમારુ કામ તે સુધારવાનું છે, કોમેડી સર્કસ ચલાવવાનું નથી.” ઉલ્લેખનીય છે કે, ગોયલે શુક્રવારે અર્થશાસ્ત્રનાં ક્ષેત્રે 2019 નાં નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયેલા ભારતીય-અમેરિકન અભિજીત બેનર્જીને શુક્રવારે ડાબેરી તરફ સોફ્ટ-કોર્નર ગણાવ્યા હતા.

ભાજપ નેતાએ કહ્યું કે બેનર્જીએ કોંગ્રેસ દ્વારા સૂચિત ‘ન્યાય’ યોજનાને ટેકો આપ્યો હતો અને ભારતનાં લોકોએ તેમના વિચારને નકારી કાઠ્યો હતો. બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા ડામાડોળ છે અને આ સમયે ઉપલબ્ધ ડેટા દેશનાં અર્થતંત્રની ખૂબ જલ્દી પુનઃપ્રાપ્તિની ખાતરી આપતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.