Ahmedabad/ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત, અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે ભૂ-માફિયાઓના નામ કર્યા જાહેર, તો CMએ કહ્યું…

લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત, અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે ભૂ-માફિયાઓના નામ કર્યા જાહેર…

Top Stories Ahmedabad Gujarat
ALPESH THAKOR લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત, અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે ભૂ-માફિયાઓના નામ કર્યા જાહેર, તો CMએ કહ્યું...

લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત આજ રોજ અલ્પેશ ઠાકોરે એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેણે પુરાવા  સાથે ભૂમાફિયાના નામ જાહેર કર્યા હતા. અલ્પેશએ તેની પત્રકાર પરિષદમાં ત્રણ બ્લડરોના જાહેર કર્યા હતા. સાથે તે કંગએ પુરાવા પણ આપ્યા હતા.

અલ્પેશ ઠાકોરે જાહેર કરેલ નમોમાં  કલ્પેશ પટેલ (ગણેશ મેરિડિયન), ઉદય ભટ્ટ (ગેલેક્સી ગ્રુપ), અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતોનો સમાવેશ થાય છે.

અલપેશી ઠાકોરે આક્ષેપ, કર્યા છે કે, ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરા ના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી છે. તો ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરા ના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી પાડી છે. ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ પણ કરવામાં આવે છે.

વધુમાં અલ્પેશએ પોતાની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું કે, મારા પર ભૂ-માફિયાના લાગેલા આરોપ સાબિત કરી બતાવો. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ખેડૂતોના ભોળપણ અને નિરક્ષતાનો લાભ ઉઠાવવામાં આવ્યો છે. સાથે સાથે જણાવ્યું કે ખાતામાં આવેલું વળતર પણ ભૂ-માફિયાઓ ચાઉં કરી ગયા છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ થયા બાદ ભાજપ નેતાએ હવે ભૂમાફિયાના નામ પુરાવા સાથે જાહેર કર્યાનો દાવો કર્યો છે.

અલ્પેશ ઠાકોરના દાવા સામે સીએમ રૂપાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઈપણ પીડિત વ્યક્તિ જિલ્લા કલેક્ટરને અરજી કરી શકે છે. અને સરકાર ચોક્કસથી કાર્યવાહી કરશે. લેન્ડ  ગ્રેબિંગ એક્ટ હેઠળ દરેક જિલ્લમાં દરેક કલકેટરે કામ શરૂ કરી દીધું છે. આ કાયદો  લોકોની સમાલતી માટે કાયદો છે.

https://youtu.be/TFukmAD79Kk

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…