Not Set/ પોલીસનાં ડરથી ભાગેલા 3 બાળકોનું અકસ્માતમાં મોત, પોલીસ વિરુદ્ધ લોકોમાં ભારે ગુસ્સો

રાજધાની દિલ્હીમાં ગઈકાલે રાત્રે એક અકસ્માતમાં ત્રણ સગીર બાળકોનું મોત નીપજ્યું હતું. મૃતક ત્રણેય બાળકોનાં નામ ઔસામા, સાદ અને હમજા તરીકે ઓળખાયા છે. દિલ્હી પોલીસ પર મૃતક બાળકોનાં પરિવારજનોનો આરોપ છે કે દિલ્હી પોલીસની બેદરકારીનાં કારણે ત્રણેય બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પરિવારનાં જણાવ્યા મુજબ ત્રણેય બાળકો સ્કૂટી પર હતા અને તેમની પાછળ પીસીઆર વાન […]

Top Stories India
images 36 પોલીસનાં ડરથી ભાગેલા 3 બાળકોનું અકસ્માતમાં મોત, પોલીસ વિરુદ્ધ લોકોમાં ભારે ગુસ્સો

રાજધાની દિલ્હીમાં ગઈકાલે રાત્રે એક અકસ્માતમાં ત્રણ સગીર બાળકોનું મોત નીપજ્યું હતું. મૃતક ત્રણેય બાળકોનાં નામ ઔસામા, સાદ અને હમજા તરીકે ઓળખાયા છે. દિલ્હી પોલીસ પર મૃતક બાળકોનાં પરિવારજનોનો આરોપ છે કે દિલ્હી પોલીસની બેદરકારીનાં કારણે ત્રણેય બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પરિવારનાં જણાવ્યા મુજબ ત્રણેય બાળકો સ્કૂટી પર હતા અને તેમની પાછળ પીસીઆર વાન પડી હતી, જેના કારણે બાળકો ગભરાઇ ગયા અને તેમની સ્કૂટી એક થાંભલા સાથે અથડાઇ ગઇ અને ત્રણેય બાળકોનું મોત નીપજ્યું હતું.

આ સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા શંકાનાં દાયરામાં આવે છે કારણ કે પોલીસની છબી જે સામાન્ય લોકોનાં મિત્ર જેવી હોવી જોઈએ તે સામાન્ય લોકોમાં એવી બની ગઈ છે કે લોકો હવે તેમનાથી ડરવા લાગ્યા છે. વળી આપણે એ પણ ધ્યાન આપવું જોઈએ કે, હૈદરાબાદ બળાત્કાર કેસમાં 72 કલાક બાદ પોલીસ હરકતમાં આવી હતી. આ રીતે આપણા પોલીસ તંત્ર પર એક પ્રશ્નાર્થ ચિન્હ ઉભો થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય મૃતક બાળકો લગ્ન સમારોહનાં ભાગ રૂપે સ્કૂટીથી નીકળ્યા હતા જ્યાં તેઓ રસ્તા પર પેટ્રોલ પુરાવા પેટ્રોલપંપ ઉપર ગયા હતા અને પેટ્રોલ ભર્યા બાદ તુર્કમાન ગેટ તરફ જઇ રહ્યા હતા ત્યારે પોલીસ પીસીઆર વાન દ્વારા તેનો પીછો કરાયો હતો. ત્રણેય બાળકો એટલા ગભરાઇ ગયા કે તેમણે સ્કૂટીની સ્પીડ વધારી દીધી અને ઉતાવળમાં તેની સ્કૂટીનું અકસ્માત થઇ ગયુ. જો કે પોલીસનું આ અંગે કઇંક અલગ જ તર્ક છે. પોલીસ કહે છે કે પોલીસ વાન કોઇ અન્ય કોલ પર જઇ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.