Adani Power Deal/ અદાણી ગ્રુપની પાવર કંપની સૌથી મહત્વની ડિલને મળી લીલી ઝંડી, લેન્કો અમરકંટકની કરશે ખરીદી

અદાણી ગ્રુપની પાવર કંપની અદાણી પાવર માટે નવી ડીલનો રસ્તો સાફ થઈ ગયો છે. આ નવા સોદામાં અદાણી પાવર પાવર કંપની લેન્કો અમરકંટકને ખરીદવા જઈ રહી છે.

Top Stories Business
Beginners guide to 2024 03 27T100306.158 અદાણી ગ્રુપની પાવર કંપની સૌથી મહત્વની ડિલને મળી લીલી ઝંડી, લેન્કો અમરકંટકની કરશે ખરીદી

અદાણી ગ્રુપની પાવર કંપની અદાણી પાવર માટે નવી ડીલનો રસ્તો સાફ થઈ ગયો છે. આ નવા સોદામાં અદાણી પાવર પાવર કંપની લેન્કો અમરકંટકને ખરીદવા જઈ રહી છે, જે છેલ્લા ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ ડીલને હવે CCI તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે.

મીડિયા અહેવાલ મુજબ, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) એ ગુરુવારે અદાણી પાવરના લેન્કો અમરકંટકને હસ્તગત કરવાના પ્રસ્તાવિત સોદાને મંજૂરી આપી હતી. ગયા મહિનાની શરૂઆતમાં, અદાણી પાવરની બિડને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી. અદાણી પાવરે નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી પાવર કંપનીને ખરીદવા માટે લગભગ રૂ. 4000 કરોડની ઓફર કરી છે.

મહત્વની ડીલ

લેન્કો અમરકંટક પાવર, થર્મલ પાવર ઉત્પાદન સાથે સંકળાયેલી વીજ કંપની, દેવાની સમસ્યામાં ફસાઈ ગઈ હતી. તે પછી કંપની ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની પ્રક્રિયામાં ગઈ. ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે અદાણી પાવરે લેન્કો અમરકંટક પાવર માટે રૂ. 4,101 કરોડની ઓફર રજૂ કરી હતી, જેને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી. ઘણી કંપનીઓ લેન્કો અમરકંટક પાવર ખરીદવામાં રસ ધરાવતી હતી. દક્ષિણ ભારતીય બજારમાં કાર્યરત લેન્કો અમરકંટકમાં સક્રિય પાવર પ્લાન્ટ છે, જેના કારણે ઘણી દિગ્ગજ કંપનીઓ હરાજી પ્રક્રિયામાં રસ દાખવી રહી હતી. અદાણી ઉપરાંત વેદાંતના અનિલ અગ્રવાલ, મુકેશ અંબાણી અને નવીન જિંદાલે પણ કંપનીમાં રસ દાખવ્યો હતો.

અદાણીને મળી ડીલ

લેન્કો અમરકંટક પાવરની કોર્પોરેટ નાદારીની પ્રક્રિયા સપ્ટેમ્બર 2019 માં શરૂ થઈ હતી. આ માટે અનિલ અગ્રવાલની કંપની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીએ સૌપ્રથમ 2022માં 3000 કરોડ રૂપિયાની બિડ રજૂ કરી હતી. બાદમાં PFC કન્સોર્ટિયમે રૂ. 3,020 કરોડની બિડ કરી હતી. અદાણી ગ્રુપે ગયા વર્ષે નવેમ્બરમાં સૌપ્રથમ રૂ. 3,650 કરોડની ઓફર કરી હતી. તે પછી અદાણીએ તેની ઓફરમાં સુધારો કર્યો અને ડિસેમ્બરમાં તેને વધારીને રૂ. 4,101 કરોડ કરી. નવીન જિંદાલની કંપની જિંદાલ પાવરે જાન્યુઆરીમાં રૂ. 4,203 કરોડની ઓફર રજૂ કરી હતી, પરંતુ બાદમાં કંપનીએ તેની બિડ પાછી ખેંચી લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત