Rajkot-Heart Attack death/ રાજકોટમાં હાર્ટએટેકથી બેના મોતઃ એક યુવાન અને મહિલા મૃત્યુ પામ્યા

રાજકોટમાં હાર્ટએટેક અટકતો નથી. હાર્ટએટેકના લીધે મોતનો સિલસિલો જારી જ છે. 22 વર્ષીય યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડતા તેનું મોત થયું હતું. આટલી નાની વયમાં યુવાનનું મોત થતાં સમગ્ર કુટુંબ કલ્પાંત કરી રહ્યું છે. 22 વર્ષીય મૃતક કશ્યપ ખીરા એમબીએમાં અભ્યાસ કરતો હતો.

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 03 27T100838.649 રાજકોટમાં હાર્ટએટેકથી બેના મોતઃ એક યુવાન અને મહિલા મૃત્યુ પામ્યા

રાજકોટઃ રાજકોટમાં હાર્ટએટેક અટકતો નથી. હાર્ટએટેકના લીધે મોતનો સિલસિલો જારી જ છે. 22 વર્ષીય યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડતા તેનું મોત થયું હતું. આટલી નાની વયમાં યુવાનનું મોત થતાં સમગ્ર કુટુંબ કલ્પાંત કરી રહ્યું છે. 22 વર્ષીય મૃતક કશ્યપ ખીરા એમબીએમાં અભ્યાસ કરતો હતો. મવડીના સ્વામિનારાયણ પાર્કમાં રહેતા આ યુવાનને હાર્ટએટેકનો અચાનક હુમલો આવતા રીતસરનો કાળ ફેરો પડી ગયો હતો. યુવાનના અચાનક મૃત્યુથી કુટુંબ સ્તબ્ધ થઈ ગયું છે અને રીતસરનું આક્રંદ કરી રહ્યું છે. આ યુવાનને અગાઉ કોઈ તકલીફ ન હતી.

રાજકોટના વેલનાથપરામાં મહિલાનું હાર્ટએટેકથી નિધન થયું છે. મંજુલાબેન પારધી નામની મહિલાનું મોત થયું છે. મહિલા અચાનક બેભાન થઈ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બધાને એમ હતું કે ગરમીના લીધે તે બેહોશ થઈ ગઈ હતી, પણ જ્યારે તેનો હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલી જાહેર કરતાં સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને તેમને શું કરવું તેની ખબર પડી ન હતી. તેના પછી તેના મોતના પગલે તેમણે રીતસરનું આક્રંદ કર્યુ હતું. તેમના આંસુ રોકાતા ન હતા. પડોશીઓ પણ અચાનક જ આ સમાચાર જાણીને સ્તબ્ધ થઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર