AFSPA/ જમ્મુ-કાશ્મીરનો હવાલો J&K પોલીસને સોંપવાની યોજના, શાહનું મોટું નિવેદન

મોદી સરકારની યોજના જમ્મુ-કાશ્મીરનો કાયદો-વ્યવસ્થા સંભાળવા જમ્મુ-કાશ્મીર……….

Top Stories India Breaking News
Beginners guide to 101 જમ્મુ-કાશ્મીરનો હવાલો J&K પોલીસને સોંપવાની યોજના, શાહનું મોટું નિવેદન

New Delhi News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી સશસ્ત્રદળ (વિશેષ અધિકાર) કાયદો (AFSPA) અફસ્પાને પાછો ખેંચવા વિચાર કરશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી મોદી સરકારનું આ મોટું પગલું હોઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે સરકારની યોજના જમ્મુ-કાશ્મીરથી સેનાને પાછી બોલાવવાની છે. મોદી સરકારની યોજના જમ્મુ-કાશ્મીરનો કાયદો-વ્યવસ્થા સંભાળવા જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડવાનો છે. પ્રથમવાર બન્યું છે કે  કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતીય સેનાના પાછી બોલાવવાની વાત કરી છે.

Centre extends AFSPA in 9 districts of Nagaland for 6 months

ચર્ચાઈ રહ્યું છે કે મોદી સરકારની આ યોજના આર્ટિકલ 370 દૂર કર્યા બાદ સુધારો આવ્યા બાદનું પરિણામ છે. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિકાસ પરિયોજનાઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે. રસ્તાઓ, પુલ, વીજળી, અને અન્ય પ્રાથમિક જરૂરિયાતોમાં સુધારો જોવા મળ્યો છે. જેના પરિણામે સ્થાનિકોને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે.

અમિત શાહનું નિવેદન

શાહે જણાવ્યું કે, “અમારી યોજના ભારતીય સેનાને પાછી બોલાવવાની અને કાયદો વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસને હવાલે કરવાનો છે. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો કરી શકાતો નહોતો પણ હવે તેઓ આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે.” વિવાદાસ્પદ આફસ્પા કાયદા પર અમિત શાહે કહ્યું કે, “અમે AFSPA હટાવવા પર વિચાર મંત્રણા કરીશું.” AFSPA કાયદો અશાંત ક્ષેત્રોમાં સક્રિય સશસ્ત્રદળના કર્મીઓને જાહેર વ્યવસ્થા જાળવવા તેમજ જરૂર પડે તો શોધ, ધરપકડ અને ગોળીબાર કરવાની વિશિષ્ટ શક્તિઓ પ્રદાન કરે છે. અમિતશાહે અગઉ પણ કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોમાં 70 ટકા આફસ્પા હટાવી દેવાયું છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ લાગૂ છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના વિભિન્ન સંગઠનો અને વ્યક્તિઓએ AFSPA દૂર કરવાની માગ કરી છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો છે જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માટે 24 બેઠકો અનામત રાખવામાં આવી છે. અગાઉ, PoK માટે અનામત બેઠકો સહિત જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ 107 બેઠકો હતી, જે હવે વધીને 114 થઈ ગઈ છે. તે જ સમયે વિધાનસભામાં નામાંકિત સભ્યોની સંખ્યા 2ની સામે હવે 5 થઈ ગઈ છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી અને રાજ્યને બે ભાગમાં વહેંચી દીધું હતું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. સરકારની યોજના અનુસાર જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાનો છે અને ત્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે