આજે સેન્સેક્સ તેની સર્વાધિક ઉંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ મંગળવારે 44,000 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. શરૂઆતનાં કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 300 અંક વધીને 43,938 નાં સ્તર પર જોવા મળ્યો હતો. વળી નિફ્ટી 79.15 અંકનાં વધારા સાથે 12,859.40 નાં સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. આજે બેન્કિંગ ક્ષેત્રનાં શેરમાં તેજી જોવા મળી રહી છે.
બીએસઈ અને એનએસઈ સોમવારે (16 નવેમ્બર) ‘દિવાળી બાલિપ્રતિપદા’ નિમિત્તે બંધ રહ્યા હતા. બીજી તરફ શનિવારે મુહૂર્ત કારોબાર દરમિયાન શેરબજારમાં વિક્રમી ઉછાળો જોવા મળ્યો હતો. ઓઇલ અને ગેસ અને બેંકિંગ શેરોમાં વધારો એ બજારમાં સર્વાંગી ચોતરફ તેજીનાં કારણે રહ્યુ હતું. સંવત 2077 નાં પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ 195 વધીને 43,638 પોઇન્ટ (0.45%) ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 60 પોઇન્ટ વધીને 12,780 ની સપાટીએ બંધ રહ્યો હતો.