Retirement/ IPL ઈતિહાસનાં અત્યાર સુધીનાં સૌથી મોંઘા વિદેશી ખેલાડીએ સન્યાસ લેવાની કરી જાહેરાત

દક્ષિણ આફ્રિકાનાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. IPL ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયેલો ક્રિસ મોરિસ લીગ ક્રિકેટમાં પણ જોવા નહીં મળે.

Top Stories Sports
ક્રિસ મોરિસ સન્યાસ

દક્ષિણ આફ્રિકાનાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. IPL ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયેલો ક્રિસ મોરિસ લીગ ક્રિકેટમાં પણ જોવા નહીં મળે. તેણે મંગળવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાહેરાત કરી હતી. તેમની જાહેરાત બાદ ચાહકો પણ આશ્ચર્યમાં છે કે મોરિસે માત્ર 34 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી?

આ પણ વાંચો – બળજબરીથી ધર્મ પરિવર્તન / પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવાની ટકાવારીમાં વધારો,સગીર વયની છોકરીઓનો સમાવેશ

ક્રિસ મોરિસે મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્રિસ મોરિસે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, આજે હું ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મારી આ સફરમાં નાની કે મોટી ભૂમિકા ભજવનાર દરેકનો હું આભાર માનું છું. આપને જણાવી દઈએ કે, ક્રિસ મોરિસ હવે દક્ષિણ આફ્રિકાની ફ્રેન્ચાઇઝી ટીમ ટાઇટન્સનાં કોચ તરીકે જોવા મળશે અને પડદા પાછળ કામ કરશે. આપને જણાવી દઇએ કે, ક્રિસ મોરિસ લાંબા સમયથી આફ્રિકન ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો, જોકે, તે IPL રમતા જોવા મળે છે. ક્રિસ મોરિસે જુલાઈ 2019માં દક્ષિણ આફ્રિકા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી, તેને દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્થાન મળ્યું ન હોતું, જ્યારે T20 વર્લ્ડકપ 2021 દરમિયાન પણ તેને આફ્રિકન ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ક્રિસ મોરિસની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે વર્ષ 2012 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, તે તેના ઊંચા કદ માટે પણ જાણીતો છે.

Instagram will load in the frontend.

ઉલ્લેખનીય છે કે, ક્રિસ મોરિસે દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 42 ODI અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ક્રિસ મોરિસનાં નામે ત્રણેય ફોર્મેટમાં 12, 48 અને 34 વિકેટ છે. આ ઉપરાંત ત્રણેય ફોર્મેટમાં કુલ 773 રન તેના બેટથી નિકળ્યા છે. ક્રિસ મોરિસ હવે ટાઇટન્સ ક્રિકેટમાં કોચની ભૂમિકા ભજવતો જોવા મળશે. બીજી તરફ જો તેના IPL કેરિયરની વાત કરીએ તો મોરિસ IPL ઓક્શનનાં ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી છે. IPL 2021ની હરાજી દરમિયાન તેને રાજસ્થાન રોયલ્સ ટીમે રૂ. 16.25 કરોડમાં ખરીદ્યો હતો. જો કે, આગામી સિઝન માટે રાજસ્થાનની ટીમે ક્રિસ મોરિસને રિટેન કરવાને બદલે તેને બહાર કરવાનો નિર્ણય લીધો હતો. ક્રિસ મોરિસ માત્ર 34 વર્ષનો છે. આવી સ્થિતિમાં તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે, તેવું તેના ચાહકો કહી રહ્યા છે.