ED Raid - AAP/ લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ AAP નેતા દીપક સિંગ્લાના ઘરે EDના દરોડા

લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ AAP નેતા દીપક સિંગ્લાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દીપક સિંગ્લા બીજા AAP નેતા છે જેમના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories India
Beginners guide to 2024 03 27T101908.504 લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ AAP નેતા દીપક સિંગ્લાના ઘરે EDના દરોડા

દિલ્હી : લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ AAP નેતા દીપક સિંગ્લાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દીપક સિંગ્લા બીજા AAP નેતા છે જેમના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ED દ્વારા દરોડા પાડવામાં આવેલા સ્થળોમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા દીપક સિંગલાના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. આ સ્થળો પર તપાસ એજન્સીના દરોડા ચાલુ છે. આ પહેલા EDએ 23 માર્ચે મટિયાલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

EDએ મંગળવારે મેક્રોનિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ વિજય કુમાર શુક્લા, સંજય ગોસ્વામી અને તેમની અન્ય કંપનીઓ પર ફેમા કેસના સંબંધમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂ. 2.54 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા.

AAPના ભૂતપૂર્વ ઉમેદવાર
દીપક સિંગલા AAPના ભૂતપૂર્વ ઉમેદવાર છે. તેઓ આમ આદમી પાર્ટી તરફથી વિશ્વાસ નગરથી ચૂંટણી લડ્યા હતા. આ ઉપરાંત, તેઓ ગોવાના AAP પ્રભારી અને MCDના સહ-પ્રભારી પણ છે. આ પહેલા EDએ 23 માર્ચે મટિયાલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા. દીપક સિંગલાના ગોવા સાથે કનેક્શન હોવાના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ દરોડો કથિત દારૂના કૌભાંડના સંબંધમાં હોઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આમ આદમી પાર્ટી (AAP) ના અન્ય નેતાના ઘરે દરોડા પાડ્યા છે.

EDનો દાવો

EDએ PMLA કોર્ટમાં દાવો કર્યો હતો કે હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા ગોવા મોકલવામાં આવ્યા હતા. વાસ્તવમાં, EDએ દાવો કર્યો છે કે દારૂ કૌભાંડમાં રિકવર કરાયેલા નાણાંનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કરવામાં આવ્યો હતો. 22 માર્ચે, EDએ દાવો કર્યો હતો કે મની ટ્રેઇલ મળી આવી છે જેમાં દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. AAPએ પંજાબ અને ગોવાની વિધાનસભા ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કર્યો હતો. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે આ કૌભાંડમાં માત્ર રૂ. 100 કરોડની લાંચ જ નહીં પરંતુ લાંચ આપનારાઓ દ્વારા કમાયેલા નફા પર કમિશન પણ લેવામાં આવ્યું હતું, જે રૂ. 600 કરોડથી વધુ છે.

એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે દક્ષિણ જૂથમાંથી મળેલા 45 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીએ 2021-22ના ગોવા ચૂંટણી પ્રચારમાં વાપર્યા હતા. આ સાથે એજન્સીએ હવાલા તરફ ઈશારો કરીને કહ્યું કે આ પૈસા 4 માર્ગોથી ગોવા પહોંચ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત