Meerut: દેશમાં ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે તે સાથે જ વિવિધ પક્ષના નેતાઓ, ઉમેદવારો સભાઓ યોજી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. દિલ્હીએનસીઆર (Delhi NCR)માં આજે વડાપ્રધાન મેરઠથી અને રામલીલા મેદાનમાં INDI ગઠબંધનની મેગારેલી આયોજીત થશે. 15 વર્ષ બાદ ‘રાજગ’નો ભાગ બનેલા રાલોદના પ્રમુખ જયંત ચૌધરી પણ રેલીમાં ભાગ લેશે.
લોકસભાની ચૂંટણી પૂર્વે આજે વિપક્ષી ગઠબંધન INDI અલાયન્સની ‘મેગારેલી’ યોજાવા જઈ રહી છે. જ્યારે દિલ્હી એનસીઆર ક્ષેત્ર (પશ્ચિમ ઉત્તરપ્રદેશ)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેરઠથી પોતાની ચૂંટણી રેલીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે ભાજપે મેરઠથી અરુણ ગોવિલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 15 વર્ષ બાદ ‘રાજગ’નો ભાગ બનેલા રાલોદના પ્રમુખ જયંત ચૌધરી પણ રેલીમાં ભાગ લેશે.
2014 અને 2019 પછી ત્રીજી વખત પી.એમ. મોદી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી કરશે. ત્યારબાદ મુરાદાબાદ અને સહારનપુરમાં પી.એમ. બે રેલીને સંબોધિત કરશે.
ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, મેરઠમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાલોદના પ્રમુખ ચૌધરી જયંત સિંહ, અપના દળના અનુપ્રિયા પટેલ, સુભાસપાના ઓમપ્રકાશ રાજભર, નિષાદ પાર્ટીના સંજય નિષાદ પર રેલીમાં ઉપસ્થિત રહેશે. આ રીતે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)ની રેલી થશે.
અરુણ ગોવિલે રામાયણ સીરિયલમાં ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું. ઈન્ડી ગઠબંધન આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘મેગારેલી’ કરવા જઈ રહી છે. આ અંગે જયરામ રમેશે ગઈકાલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘આ રેલી કોઈ ખાસ વ્યક્તિ માટે નહીં પરંતુ લોકશાહી અને બંધારણને બચાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે.’
આજે મેરઠ, બાગપત, મુજફ્ફરનગર, કૈરાના, બિજનૌર લોકસભા બેઠકો માટે રેલી યોજાશે. વડાપ્રધાન મોદી અને ભાજપ માટે મેરઠની બેઠક ‘લકી’ ગણાય છે. 2014 અને 2019 પછી ત્રીજી વખત પી.એમ. મોદી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી કરશે. 2019માં પી.એમ. મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. 2014માં ભાજપે પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં 14 બેઠકો જીતી વિપક્ષને ધોઈ નાખ્યા હતા. 2019માં સપા-બસપા અને રાલોદના મહાગઠબંધનના કારણે ભાજપને ચૂંટણીમાં થોડા ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સં
આ પણ વાંચો:સમુદ્રમાં ચાંચિયાઓ જહાજ પર હુમલો કરે છે ત્યારે જહાજ બીજા દેશ પાસેથી કઈ રીતે મદદ માંગે છે
આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે