Not Set/ શેર માર્કેટમાં કાળું નાણું છુપાવનાર સામે સરકારની લાલ આંખ

મોદી સરકારને શક છે કે કાળું નાણું છુપાવવા લોકો મોટાપ્રમાણમાં શેર, ડિબેન્ચર, બ્રાન્ડ અને બાયબેકના માધ્યમો વાપરી રહ્યાં છે. આ રીતે પૈસો છુપાવનારાઓ સામે કાર્યવાહી માટે કોર્પોરેટ મંત્રાલયે બધી કંપનીઓને નવેમ્બર 16માં એડવાઇઝરી પણ પાઠવી હતી. એડવાઇઝરી પ્રમાણે કંપનીઓએ 10 લાખ ઉપરની લેણદેણ માટેનો રીપોર્ટ 31 મે સુધીમાં ઇન્કમ ટેક્સ વિભાગને ઓનલાઇન અપડેટ કરીને આપવાનો […]

Business
stock market boom શેર માર્કેટમાં કાળું નાણું છુપાવનાર સામે સરકારની લાલ આંખ

મોદી સરકારને શક છે કે કાળું નાણું છુપાવવા લોકો મોટાપ્રમાણમાં શેર, ડિબેન્ચર, બ્રાન્ડ અને બાયબેકના માધ્યમો વાપરી રહ્યાં છે. આ રીતે પૈસો છુપાવનારાઓ સામે કાર્યવાહી માટે કોર્પોરેટ મંત્રાલયે બધી કંપનીઓને નવેમ્બર 16માં એડવાઇઝરી પણ પાઠવી હતી. એડવાઇઝરી પ્રમાણે કંપનીઓએ 10 લાખ ઉપરની લેણદેણ માટેનો રીપોર્ટ 31 મે સુધીમાં ઇન્કમ ટેક્સ વિભાગને ઓનલાઇન અપડેટ કરીને આપવાનો હતો.કંપનીઓ પાસેથી માગવામાં આવેલી ડીટેઇલ્સના આધાર પર આ લિસ્ટ બન્યું છે.  આ સંદર્ભે અપાયેલી ડીટેઇલ્સ ચકાસાઇ છે અને હવે આઈટી વિભાગ તેની સ્ક્રૂટિની કરી રહ્યો છે.કાળું નાણું છુપાવવા શેર માર્કેટનો સહારો લીધો હશે તો ત્યાં પણ સરકાર હવે લગામ ખેંચી રહી છે. આ માટે આઈટી વિભાગ હાઇવેલ્યૂ ટ્રાન્ઝેક્શનની છણાવટ કરી રહ્યો છે. એવા લોકોના નામ અલગ તારવાયાં છે જેઓ સ્ટોક માર્કેટમાં 10 લાખ રુપિયાથી ઉપરની લેણદેણ છેલ્લાં એક વર્ષથી કરી રહ્યાં છે.

આ તપાસમાં શેરબજારમાં એક વર્ષમાં 10 લાખ રોકાણ કરનાર વ્યક્તિએ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ નથી કર્યું કે તેના પર ટેક્સ નથી આપ્યો તો આઈટી નોટિસ ફટકારી પૂછપરછ કરશે. આ રકમને જો ઘોષિત નથી કરી તો ટેક્સની સાથે 100થી 200 ટકા દંડ અને ટેક્સ પર મહિનાદીઠના હિસાબથી એક ટકો વ્યાજ પણ આપવું પડશે. રોકાણ કરનાર કોઇ સરકારી કર્મચારી, રાજકારણી કે નોકરી કરનાર હોય અને આવકના સોર્સની જાણકારી નહીં આપી શકે તો બીજી એજન્સીઓ પણ તેની પૂછપરછ કરશે કે આ રકમ ભ્રષ્ટાચાર દ્વારા તો કમાઇ નથી ને..