Not Set/ RBI એ ડેબિટ કાર્ડથી કરવામાં આવતી ચૂકવણીમાં કર્યો બદલાવ, જાણો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 1000 અને 500 ની નોટ બંધ કર્યા બાદ સતત ડિજીટલ પેમેન્ટને પ્રોસ્તાહન આપવા માટે નવા નવા નિયમો બનાવી રહી છે ત્યારે RBI ડેબિટ કાર્ડથી ખરીદી કરતા લોકને વધુ રાહત મળે તે દિશામાં પગલુ બર્યું છે. RBI આ નિયમ મુજબ  પહેલી એપ્રિલથી ડેબિટ કાર્ડથી ખરીદીના પેમેન્ટ કરનારાઓ પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ તરીકે […]

Business
card 17 02 2017 1487303146 storyimage RBI એ ડેબિટ કાર્ડથી કરવામાં આવતી ચૂકવણીમાં કર્યો બદલાવ, જાણો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 1000 અને 500 ની નોટ બંધ કર્યા બાદ સતત ડિજીટલ પેમેન્ટને પ્રોસ્તાહન આપવા માટે નવા નવા નિયમો બનાવી રહી છે ત્યારે RBI ડેબિટ કાર્ડથી ખરીદી કરતા લોકને વધુ રાહત મળે તે દિશામાં પગલુ બર્યું છે. RBI આ નિયમ મુજબ  પહેલી એપ્રિલથી ડેબિટ કાર્ડથી ખરીદીના પેમેન્ટ કરનારાઓ પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ તરીકે લેવામાં આવતા ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ઘટાડો કરવાની દિશામાં રિઝર્વ બૅન્કે પગલાં લેવાની શરૃઆત કરી દીધી છે. આ રીતે ડિજિટલ પેમેન્ટ તરફ વધુમાં વધુ લોકો વળે તે માટેનો માર્ગ મોકળો કર્યો છે. આ અગાઉ તેના પરનો સર્વિસ ચાર્જ ઘટાડવાનું પગલું લેવામાં આવ્યું હતું.

જોકે અત્યારે આ સંદર્ભમાં અત્યારે કાચો મુસદ્દો મૂકવામાં આવ્યો છે અને તેના અનુસંધાનમાં આમજનતાના વાંધાસૂચનો મંગાવવામાં આવ્યા છે. આ વાંધાસૂચનો આવી ગયા પછી રિઝર્વ બૅન્ક પહેલી એપ્રિલથી નવા ચાર્જ અમલી બનાવશે. અત્યારે રૃા. ૨૦૦૦ સુધીના ટ્રાન્ઝેક્શન પર ૦.૭૫ ટકાના દરે ચાર્જ લેવામાં આવે છે. તેમ જ રૃા. ૨૦૦૦થી વધુ રકમનું પેમેન્ટ કરનારાઓ પાસેથી ૧ ટકાના દરે ચાર્જ લેવાય છે. જોકે ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ પર એમ.ડી.આર.ની કોઈ જ મર્યાદા મૂકવામાં આવેલી નથી.

પીઓએસ મશીનના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ કરનારાઓના ટ્રાન્ઝેક્શન પર ૦.૩૦ ટકાના દરે ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે. વાર્ષિક રૃા.૨૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓની સ્પેશિયલ કેટેગરી બનાવવામાં આવી છે. તેવી જ રીતે ઉપયોગી સેવા પૂરી પાડનારાઓ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડો, શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી હોસ્પિટલ્સને પણ આ જ કેટેગરીમાં મૂકવામાં આવી છે. આ કેટેગરીમાં આવતા એકમો પર ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવશે તો તેના પર ૦.૪૦ ટકાના દરે ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે. નોટબંધી પછી ડેબિટ કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ્સની સંખ્યામાં ખાસ્સો વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે.

સરકાર સાથેના વહેવારમાં રૃા.૧૦૦૦ના મૂલ્ય સુધીના ટ્રાન્ઝેક્શન પર રૃા. ૫ના ચાર્જ અને રૃા. ૧૦૦૧થી ૨૦૦૦ સુધીના પેમેન્ટ પર રૃા.૧૦નો ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૨૦૦૧થી વધુ રકમના કરવામાં આવતા ચૂકવણા પર ૨.૫  ટકાના દરે ચાર્જ લેવાની વ્યવસ્થા કરાઈ છે. મર્ચન્ટ પાસેથી ૦.૯૫ના દરે એમ.ડી.આર. લેવાનું નક્કી કરાયું છે. તેવીજ રીતે પીઓએસ મશીનથી ડિજિટલ પેમેન્ટ કરવા પર રૃા. ૧૦૦ પર ૮૫ પૈસાના દરે ચાર્જ લેવામાં આવશે. પેટ્રોલ અને ઇંધણ ગાડીમાં ભરાવવા માટે કરવામાં આવતા ડેબિટ કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ પર શાં ચાર્જ લેવા તે હવે પછી દર્શાવવામાં આવશે.

રૃા.૫૦૦ અને રૃા.૧૦૦૦ની ચલણી નોટ્સ રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો તે પછી રિઝર્વ બૅન્કે ૩૧મી માર્ચ ૨૦૧૭ સુધી આ ચાર્જમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બૅન્કે તૈયાર કરેલા મુસદ્દા મુજબના ચાર્જ પહેલી એપ્રિલ ૨૦૧૭થી અમલમાં આવશે. આ સાથે જ રિઝર્વ બૅન્કે દરેક બૅન્કોને તેમના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ દર્શાવતું બોર્ડ લગાવવાની ફરજ પાડવાનો નિર્ણય કર્યો છે. તદુપરાંત કસ્ટમર્સે કોઈ જ સર્વિસ ચાર્જ ચૂકવવાનો આવશે નહિ.

સરકારે ડિજિટલ પેમેન્ટ વધારવા માટે લીધેલા પગલાંને પરિણામે સંખ્યાબંધ લોકોએ રોકડેથી પેમેન્ટ કરવાનું બંધ કરી દીધું છે. તેથી જ એટીએમ ઉપરાંતના કાર્ડથી થતાં પેમેન્ટ્સના ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે. આ જ રીતે નાના વેપારીઓ સાથેના વહેવારોમાં પણ ડિજિટલ પેમેન્ટ વધતું જાય તેવી સરકારની ઇચ્છા છે.