વધારો/ હવે UBERની સેવા થશે મોંઘી,જાણો આટલા ટકા વધારો કરવામાં આવ્યો

UBERના દક્ષિણ એશિયા અને ભારતના વડા નીતિશ ભૂષણે કહ્યું છે કે અમે અમારા ડ્રાઇવરોના પ્રતિસાદને સમજીએ છીએ. તેઓ ચિંતિત છે કે ઇંધણના ભાવમાં અચાનક જ નોંધપાત્ર વધારો થયો છે

Top Stories Business
11 9 હવે UBERની સેવા થશે મોંઘી,જાણો આટલા ટકા વધારો કરવામાં આવ્યો

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. આ કારણે ઉબેર અને ઓલાના ડ્રાઇવરો સતત માંગ કરી રહ્યા છે કે કેબ સર્વિસના દરો વધારવામાં આવે. હવે ઉબેર કંપનીએ આ માંગ સ્વીકારી લીધી છે અને દરોમાં 12 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

જાહેર કરાયેલા નિવેદનમાં UBERના દક્ષિણ એશિયા અને ભારતના વડા નીતિશ ભૂષણે કહ્યું છે કે અમે અમારા ડ્રાઇવરોના પ્રતિસાદને સમજીએ છીએ. તેઓ ચિંતિત છે કે ઇંધણના ભાવમાં અચાનક જ નોંધપાત્ર વધારો થયો છે. અમારા ડ્રાઇવરોને મદદ કરવા માટે, અમે દિલ્હી-NCRમાં ટ્રિપના ભાવમાં 12% વધારો કરી રહ્યા છીએ. અમે આગળ જતાં તેલની કિંમતો પર નજર રાખીશું અને જરૂર પડ્યે વધુ નિર્ણયો લઈશું. હવે આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ઓલા અને ઉબેર બંનેના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાલ પણ ત્યારે શરૂ થઈ જ્યારે કંપનીએ તેમની માંગ અંગે કોઈ નિર્ણય ન લીધો.

હવે Uber એક ડગલું આગળ વધી ગયું છે અને તેના વતી કિંમતોમાં 12 ટકા સુધીનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, હવે મુસાફરોએ ઉબેરમાં મુસાફરી કરતી વખતે 12 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે. આવી સ્થિતિમાં આ નિર્ણયની અસર તેમના ખિસ્સા પર ચોક્કસપણે થવાની છે. બીજી તરફ વાહનચાલકો અમુક અંશે રાહત અનુભવી શકે છે. જો કે, અત્રે એ જાણવું જરૂરી છે કે ઉબેરના ડ્રાઇવરો દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે, તે જ માંગ ઓલાના ડ્રાઇવરો દ્વારા કરવામાં આવી રહી છે. હવે જ્યારે ઉબેરે ફેર હાઇકનો નિર્ણય લીધો છે, તો તેની અસર ઓલા પર પણ પડી શકે છે. કંપની પર ડ્રાઈવરોની માંગ સ્વીકારવાનું દબાણ પણ વધશે.