Not Set/ શરદ પવારે કહ્યું – શિવસેના વિશ્વાસપાત્ર પાર્ટી છે, બાલાસાહેબે પણ વચન નિભાવ્યું હતું

પવારે કહ્યું કે અમે ક્યારેય વિચાર્યું નથી કે આપણે શિવસેનાની સાથે સરકાર બનાવીશું, કેમ કે આપણે ક્યારેય સાથે કામ કર્યું ન હતું. પરંતુ, રોગચાળા દરમિયાન ત્રણેય પક્ષોએ સાથે મળીને સારું કામ કર્યું છે.

Top Stories India
nail 1 શરદ પવારે કહ્યું - શિવસેના વિશ્વાસપાત્ર પાર્ટી છે, બાલાસાહેબે પણ વચન નિભાવ્યું હતું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ૮ જુને  વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોચ્યા હતા. તે સાથે જ  વિવિધ પાર્ટીઓનો નિવેદન નો દોર શરુ થયો હોય છે. ત્યારથી મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર વિશે વિવિધ અટકળો શરુ થઇ  છે. ત્યારે એવામાં  શિવસેનાના નેતા સંજય રાઉતના નિવેદનથી રાજકીય ગલીયારામાં વધુ  ગરમાવો આવ્યો છે.

આ નિવેદન વચ્ચે, મહારાષ્ટ્ર સરકારના સહયોગી NCP સુપ્રીમો રાષ્ટ્રપતિ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર તેના પાંચ વર્ષ પૂરા કરશે. લોકોને બાલાસાહેબ ઠાકરેના વચનની યાદ અપાવતા તેમણે કહ્યું કે શિવસેના વચનોનુંપ્રતીબદ્ધતાથી પાલન કરે છે. 100 મીનીટની મુલાકાત માટે હાજર વાતો શા માટે

Didn't go to meet Nawaz Sharif': Uddhav Thackeray on personal meeting with  PM Modi | India News – India TV

1. મોદી-ઉદ્ધવ મળ્યા, પ્રશ્નો ઉભા થાય તો ઉદ્ધવે સ્પષ્ટતામાં કહ્યું જુના સંબંધો છે 
7 જુનના રોજ  વડા પ્રધાન મોદીએ સૌથી મોટી જાહેરાત કરી કે 18 +  લોકોનું ફ્રી રસીકરણ થશે.  આના એક દિવસ પછી જ 8 મી જૂને ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા હતા. અને PM મોદીને મળ્યા અને લગભગ 100 મિનિટ સુધી ચર્ચા કરી. સાથે ડેપ્યુટી સીએમ અજિત પવાર અને મંત્રી અશોક ચવ્હાણ પણ હતા, પરંતુ ઉદ્ધવ-મોદીની મુલાકાત એક બંધ રૂમમાં થઇ હતી.

હવે જ્યારે સવાલો ઉભા થયા ત્યારે ઉદ્ધવના જવાબોએ ચર્ચાઓના વાતાવરણને વધુ ગરમ કર્યું. તેમણે કહ્યું- ‘ભલે આપણે રાજકીય રીતે સાથે ન હોઈએ, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. હું નવાઝ શરીફને મળવા થોડો જ ગયો હતો ? કે ખાનગી રીતે મળવા જાઉં ?  જો હું તેને રૂબરૂમાં મળીશ તો શું ખોટું છે? ‘

Not easy to shift Film City from Mumbai: Shiv Sena MP Sanjay Raut on Uttar  Pradesh CM's visit- The New Indian Express

૨. રાઉતે મોદીને ટોચના નેતા ગણાવ્યા, તેથી લાગે છે કે જૂના સંબંધો ફરી ચર્ચામાં આવશે 
નેતૃત્વ અંગે સંજય રાઉતે ગુરુવારે કહ્યું, ‘મારું માનવું છે કે નરેન્દ્ર મોદી દેશના ટોચના નેતા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ ટોપ પર  છે. કોઈ પણ એ હકીકતને નકારી શકે નહીં કે છેલ્લા 7 વર્ષમાં ભાજપને જે પણ સફળતા મળી છે તે નરેન્દ્ર મોદીના કારણે છે.

જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય અંગેના આ નિવેદનની સાથે રાઉતે કહ્યું – મોદીને આવા ચૂંટણી પ્રચારમાં સામેલ થવું જોઈએ નહીં, કેમ કે હવે તેઓ દેશના નેતા છે.

BJP MLC Gopichand Padalkar calls Sharad Pawar 'Maharashtra's coronavirus',  sparks controversy | India News,The Indian Express

૩. શરદ પવારે શિવસેનાને બાલાસાહેબની 
રાજકીય નિવેદન બાજી વચ્ચે ઉદ્ધવ-મોદી બેઠક વચ્ચે શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર પાંચ વર્ષ ચાલશે. તેમણે કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આગામી એટલે કે 2024 ની ચૂંટણીમાં પણ વિધાનસભાની ચૂંટણી લડશે અને અમારું પ્રદર્શન સારું રહેશે. તેમણે કહ્યું કે શિવસેના એવી પાર્ટી છે કે જેના પર વિશ્વાસ કરી શકાય. બાળાસાહેબે પણ ઇન્દિરા ગાંધીને આપેલું વચન પાળ્યું હતું.

પવારે કહ્યું કે અમે ક્યારેય વિચાર્યું નથી કે આપણે શિવસેનાની સાથે સરકાર બનાવીશું, કેમ કે આપણે ક્યારેય સાથે કામ કર્યું ન હતું. પરંતુ, રોગચાળા દરમિયાન ત્રણેય પક્ષોએ સાથે મળીને સારું કામ કર્યું છે.