Not Set/ પંજાબનાં ગુરદાસપુરની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો, 13નાં મોત, 50 ફસાયાની આશંકા

પંજાબનાં ગુરદાસપુર જિલ્લા નાં બતાલામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો થતા 13 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આ અકસ્માતમાં કેટલાંક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફટાકડા ફેક્ટરીની 2  માળની બિલ્ડીંગમાં 50 લોકો ફસાય હોવાની આશંકા છે. ધડાકો આટલો જોરદાર હતો કે તેનો પડઘા દુરદુર સુધી સાંભળાયા હોવાથી આસપાસના લોકો પણ ગભરાઇ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાની સાથે જ […]

Top Stories India
gurdashpur પંજાબનાં ગુરદાસપુરની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો, 13નાં મોત, 50 ફસાયાની આશંકા

પંજાબનાં ગુરદાસપુર જિલ્લા નાં બતાલામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો થતા 13 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આ અકસ્માતમાં કેટલાંક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફટાકડા ફેક્ટરીની 2  માળની બિલ્ડીંગમાં 50 લોકો ફસાય હોવાની આશંકા છે. ધડાકો આટલો જોરદાર હતો કે તેનો પડઘા દુરદુર સુધી સાંભળાયા હોવાથી આસપાસના લોકો પણ ગભરાઇ ગયા હતા.

gurdashpur.jpeg1 પંજાબનાં ગુરદાસપુરની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો, 13નાં મોત, 50 ફસાયાની આશંકા

દુર્ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક તંત્ર સહિ‌ત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડના ઘણા જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. બચાવ ટીમ સતત ફસાયેલા લોકોની મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે.

gurdashpur.jpeg2 પંજાબનાં ગુરદાસપુરની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો, 13નાં મોત, 50 ફસાયાની આશંકા

માહિતી અનુસાર, વધતા ધુમાડાને કારણે લોકોને ઇમારતોમાંથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. આ વિસ્ફોટથી આસપાસના લોકો પણ પ્રભાવિત થયા છે. આ અકસ્માત થયો તે સમયે બપોરના ચાર વાગ્યા હતા. અકસ્માતમાં લાખનું નુકસાન થવાની સંભાવના છે. જો કે, તે હજુ સ્પષ્ટ નથી થયું કે ફેક્ટરી માન્ય હતી કે નહીં. જો ફેક્ટરી માન્ય હતી, તો પછી તેમાં સલામતીના ધોરણો કેટલી હદ સુધી અપનાવવામાં આવ્યાં હતાં. તમામ બાબતોને લઇને તપાસ કરવામાં આવીશે. પરંતુ હાલતો તંત્ર માટે ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવે તેને પ્રાથમીકતા આપવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.