ભારતીય હવામાન વિભાગ દ્રારા આપવામાં આવેલી માહિતી મુજબ અરબ સમુદ્રમાં સ્થપાયેલ હવાનું લો પ્રેશર, વાવાઝોડામાં પરિવર્તીત થયું છે અને ગુજરાતનાં સાગર કાંઠા તરફ તિવ્ર ગતીથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું “વાયું” તારીખ 13નાં રોજ ગુજરાતનાં પોરબંદરથી મહુવા સુધીની દરયાઇ પટ્ટી પર લેન્ડ ફોલ થશે તેવી માહિતી છે. વાવાઝોડાનાં કારણે દક્ષિણ ગુજરાતનાં સુરત-તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જેમાં એકનું ઝાડ પડતા નીચે દબાઇ જવાથી તો અન્ય બે મહિલાઓનું વીજળી પડતા મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે.
વાયુ વાવાઝોડાને લઇને ગુજરાતમાં NDRFની ટીમને સાવચેતીનાં પગલે ગોઠવી દેવામાં આવી છે. ગુજરાતનાં દક્ષિણ વિસ્તારની વાત કરીએ તો, મોડી રાત્રે સુરતનાં કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. વાવાઝોડું ત્રાટકવાની શક્યતાનાં પગલે દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતનાં સાગર કાંઠા વિસ્તારનાં ગામોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે કોઇ પણ દરિયાઇ ચક્રાવાતો અટલે કે વાવઝોડું જમીન પર આવી જતા તેની તીવ્રતા ઉત્તરો ઉત્તર ઘટતી જાય છે. વેરાવળની વાત કરીએ તો અહીનાં દરિયા કિનારાનાં ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે રહેતા 3 લાખ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે.
ચક્રવાતને કારણે,સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સોમનાથ, વેરાવળ, જામનગર, પોરબંદર અને કચ્છ સહિતનાં ઘણાં વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની શક્યતા વર્તાઇ રહી છે. જ્યારે સુરત જિલ્લામાં સોનગઢ, વ્યારા, ઉનાઈમાં ગત રોજ સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. વળી અહી ભારે પવન સાથે વરસાદનાં કારણે ત્રણ લોકોનાં મોત પણ નીપજ્યા હતા.
વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી, જેમા સંભવિત વાયુ વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યમાં 12થી 15 જૂન સુધી રજા રાખવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વાવાઝોડા સમીક્ષા બેઠકમાં કરવામાં આવ્યો છે. સાથે જ આ ૩ દિવસ સ્કૂલ પ્રવેશોત્સવ રદ કરવામાં આવ્યો છે. જે 10 જિલ્લામાં આ વાવાઝોડાની અસર જોવા મળશે, તે 10 જીલ્લા જેમ કે પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ,ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં સ્કુલ-કોલેજમાં 13 જૂનથી 14 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.