ગાંધીનગર/ મ્યુરોકોમાયરોસિસ દર્દીઓ માટે અલાયદા વોર્ડ શરૂ રાજય સરકારનો નિર્ણય

રાજ્યમાં   કોરોના કેસ માં ધીમે ધીમે  ઘટતા જોવા મળી રહ્યા છે .પરંતુ તેમની સાથે મ્યુરોકોમાયરોસિસ  રોગના  કેસો વધતા જોવા મળી રહ્યા છે. . આ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો  જોવા મળે છે  . આ બાબતને ગંભીરતાથી લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને તેમના જ નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને […]

Gujarat Others
Untitled 113 મ્યુરોકોમાયરોસિસ દર્દીઓ માટે અલાયદા વોર્ડ શરૂ રાજય સરકારનો નિર્ણય

રાજ્યમાં   કોરોના કેસ માં ધીમે ધીમે  ઘટતા જોવા મળી રહ્યા છે .પરંતુ તેમની સાથે મ્યુરોકોમાયરોસિસ  રોગના  કેસો વધતા જોવા મળી રહ્યા છે. . આ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો  જોવા મળે છે  . આ બાબતને ગંભીરતાથી લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને તેમના જ નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાંમુખ્યમંત્રીએ કરેલા નિર્ણયો અનુસાર મ્યુરોકોમાયરોસિસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરે છે. રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા મ્યુરોકોમાયરોસિસની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુરોકોમાયરોસિસના આવા 100થી વધુ જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુરોકોમાયરોસિસના સંક્રમિતોની સારવાર માટે 60-60 બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને 19 જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ.કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવી સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.