Not Set/ તાતાલા(ગીર)માં ધરા ધ્રુજી, એક દિવસમાં ચાર આંચકાથી લોકોમાં ફફડાટ

રાજ્યનાં અલગ અલગ અનેક વિસ્તારોમાં, તો સાથે સાથે દેશનાં અનેક ભાગોમાં અને પડોશી રાજ્યો સહિત, ભારતની આંતર રાષ્ટ્રીય સરહદ અને પડોશી દેશોમાં પણ ભૂકંપનું પ્રમાણ હાલનાં થોડા સમયથી વધ્યું હોય તેવું નોંધવામાં આવી રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ક્યારેક ભાવનગર, ક્યારેક જામનગર ક્યારેક કચ્છ, તો ક્યારેક ઉત્તર ગુજરાતનાં શહેરોમાં અને ક્યારેક દ.ગુજરાતનાં શહેરોમાં […]

Gujarat Others
earthquake 33 તાતાલા(ગીર)માં ધરા ધ્રુજી, એક દિવસમાં ચાર આંચકાથી લોકોમાં ફફડાટ

રાજ્યનાં અલગ અલગ અનેક વિસ્તારોમાં, તો સાથે સાથે દેશનાં અનેક ભાગોમાં અને પડોશી રાજ્યો સહિત, ભારતની આંતર રાષ્ટ્રીય સરહદ અને પડોશી દેશોમાં પણ ભૂકંપનું પ્રમાણ હાલનાં થોડા સમયથી વધ્યું હોય તેવું નોંધવામાં આવી રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ક્યારેક ભાવનગર, ક્યારેક જામનગર ક્યારેક કચ્છ, તો ક્યારેક ઉત્તર ગુજરાતનાં શહેરોમાં અને ક્યારેક દ.ગુજરાતનાં શહેરોમાં ભૂકંપનનો અનુભવ થઇ રહ્યો છે.  ગુજરાતે એક વખત ભૂકંપનો મહાવિનાશ જોયો છે અને હજારો લોકોની વેદના આજે પણ ભૂકંપ નામ સાથે કંપીત થઇ ઉઠે છે. ભૂકંપનાં નામ માત્રથી લોકોમાં ફફડાટ જોવામાં આવે છે. અને આજે ફરી આ ફફડાટ ગીર સોમનાથમાં જોવામાં આવ્યો છે.

જી હા, ગીર સોમનાથમાં ભૂંકપનાં આંચકા અનુભવાયો હતો. સોમનાથનાં તાલાલાથી વેરાવળ વચ્ચેનાં વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે અનુભવાયેલ કંપનની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઇ છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલા (ગીર)થી 10 કિ.મી.દૂર હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, 1 દિવસમાં ભૂંકપનાં 4 આંચકા નોંધવામાં આવ્યા છે. અને એક સાથે ભૂકંપનથી લોકોમાં ડર ફેલાયેલો જોવામાં આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.