Not Set/ સ્મૃતિની બેટિંગ અને સ્પિનર્સની મદદથી T-20 વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ

ભારતીય મહિલા ટીમની ઓપનર ખેલાડી સ્મૃતિ મંધાનાની ધુંઆધાર બેટિંગ (83 રન) બાદ સ્પીન બોલરોની ચોકડીના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય મહિલા ટીમે શનિવારે વેસ્ટઇન્ડીઝના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાયેલી T-20 વિશ્વકપમાં ગ્રૂપ-બી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને ટોપ ટીમ તરીકે સેમીફાઈનલમાં પહોંચી છે. ભારતે પહેલા બેટિંગ કરતા ઓપનર સ્મૃતિ મંધાનાની ધુંઆધાર બેટિંગની મદદથી 20 ઓવરના અંતે […]

Top Stories Trending Sports
Indian team reached the T-20 World Cup semi-final

ભારતીય મહિલા ટીમની ઓપનર ખેલાડી સ્મૃતિ મંધાનાની ધુંઆધાર બેટિંગ (83 રન) બાદ સ્પીન બોલરોની ચોકડીના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય મહિલા ટીમે શનિવારે વેસ્ટઇન્ડીઝના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાયેલી T-20 વિશ્વકપમાં ગ્રૂપ-બી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને ટોપ ટીમ તરીકે સેમીફાઈનલમાં પહોંચી છે. ભારતે પહેલા બેટિંગ કરતા ઓપનર સ્મૃતિ મંધાનાની ધુંઆધાર બેટિંગની મદદથી 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા.

Indian team reached the T-20 World Cup semi-final
mantavyanews.com

T-20 માં ઓસ્ટ્રેલિયા સામે પણ આ સર્વોચ્ચ સ્કોર છે. ઓસ્ટ્રેલિયન ટીમે આ મજબૂત સ્કોરનો પીછો કરતા ઈનિંગ પૂરી થવાના બે બોલ અગાઉ જ 119 રનના સ્કોર ઉપર આઉટ થઇ ગઈ હતી. અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

આ T-20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની આ પહેલી હાર છે. જ્યારે ભારતમાં પોતાનો વિજય ક્રમ યથાવત રાખતા જીતનો ચોક્કો ફટકાર્યો હતો. જોકે બંને ટીમો અગાઉથી જ સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે.

Indian team reached the T-20 World Cup semi-final
mantavyanews.com

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે મિતાલી રાજને આરામ આપ્યો છે અને અનુભવી ખેલાડીની ગેરહાજરીમાં સ્મૃતિ મંધાનાને બેટિંગની જવાબદારી સોંપી હતી. જેને સાર્થક કરતા સ્મૃતિ મંધાનાએ આ વિશ્વકપમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. મંધાનાએ માત્ર 55 બોલમાં નવ ફોર અને ત્રણ સિક્સરની મદદથી 83 રન ફટકાર્યા હતા. મંધાનાએ આ મેચમાં ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા છે.

સ્મૃતિ મંધાનાની બેટિંગ બાદ બોલીંગમાં અનુજા પાટિલ, દિપ્તી શર્મા, પૂનમ યાદવ અને રાધા યાદવની સ્પીન ચોકડીને હરીફ ઓસ્ટ્રેલિયન ટીમને હેરાન પરેશાન કરી મૂકી હતી. આ ચાર બોલરોએ નવ વિકેટ લીધી હતી. એલિસે હિલી ઇજાગ્રસ્ત હોવાના કારણે બેટિંગ ન કરી શકી. અનુજાએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી અને બાકીના બોલર્સે બે-બે વિકેટ પોતાના નામે કરી હતી.