Not Set/ સોનાલી બેન્દ્રે બાદ હવે આ એકટ્રેસને થઈ કેન્સરની જીવલેણ બિમારી

મુંબઇ લાગે છે કે બોલિવૂડને કેન્સરની બિમારીએ ઘેર્યું છે.સોનાલી બેન્દ્ર અને ઇરફાન પછી બોલિવૂડ અભિનેત્રી નફીસા અલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરીને પોતાને કેન્સર થયું હોવાનો ખુલાસો કર્યો છે. તેઓ કેન્સરનાં ત્રીજા સ્ટેજ પર છે. ઇરફાન ખાન, સોનાલી બેન્દ્રે અને આયુષ્યમાન ખુરાનાની પત્ની બાદ હવે નફિસા અલીને આ ખતરનાક બીમારીનો સામનો કરવો પડી […]

Uncategorized
aallo સોનાલી બેન્દ્રે બાદ હવે આ એકટ્રેસને થઈ કેન્સરની જીવલેણ બિમારી

મુંબઇ

લાગે છે કે બોલિવૂડને કેન્સરની બિમારીએ ઘેર્યું છે.સોનાલી બેન્દ્ર અને ઇરફાન પછી બોલિવૂડ અભિનેત્રી નફીસા અલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરીને પોતાને કેન્સર થયું હોવાનો ખુલાસો કર્યો છે. તેઓ કેન્સરનાં ત્રીજા સ્ટેજ પર છે.

ઇરફાન ખાન, સોનાલી બેન્દ્રે અને આયુષ્યમાન ખુરાનાની પત્ની બાદ હવે નફિસા અલીને આ ખતરનાક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. વીતેલા જમાનાની જજરમાન એકટ્રેસ નફિસા અલીએ સોનિયા ગાંધી સાથેની તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.નફીસા અલીએ પોતાના જુના દોસ્ત અને પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તસવીર શેર કરતા લખ્યું કે, ‘હાલમાં જ મારી દોસ્ત સાથે કિંમતી પળો વિતાવી, જેમણે મને તાજેતરમાં ખબર પડેલા સ્ટેજ 3 કેન્સરથી જલ્દી ઠીક થવાની શુભકામના આપી હતી.

Instagram will load in the frontend.

શશી કપૂરની ક્લાસીક ફિલ્મ જુનૂનમાં દમદાર અભિનય કરનાર નફિસાએ અમિતાભ બચ્ચન સાથે આવેલી ફિલ્મ ‘મેજર સાબ’, ઋતિક રોશન સાથેની ફિલ્મ ‘ગુજારિશ’ અને ધર્મેન્દ્રની ફિલ્મ ‘યમલા પગલા દીવાના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

નફીસાએ જાણીતા પોલો પ્લેયર કર્નલ આરએસ સોઢી સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 દીકરીઓ અને એક દીકરો છે.