Maritime Trade/ ભારત અને રશિયા નોર્થ સી રૂટને મેરિટાઈમ કોરિડોર તરીકે ઉપયોગ કરશે

તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે વૈજ્ઞાનિક સંશોધન અને નિયંત્રિત થર્મોન્યુક્લિયર ફ્યુઝનના ક્ષેત્રમાં સહયોગની ઘણી સંભાવનાઓ છે. રોસાતોમ રશિયામાં બનાવવામાં આવી રહેલા MBIR મલ્ટી-પર્પઝ ફાસ્ટ ન્યુટ્રોન રિસર્ચ રિએક્ટરમાં ભારતીય વૈજ્ઞાનિકોને સંશોધન……….

Top Stories World
Beginners guide to 2024 03 12T163748.177 ભારત અને રશિયા નોર્થ સી રૂટને મેરિટાઈમ કોરિડોર તરીકે ઉપયોગ કરશે

New Delhi News: રશિયાની સરકારી એટોમિક એનર્જી કોર્પોરેશન Rosatomના CEO એ ખુલાસો કર્યો છે કે ભારત અને રશિયા વચ્ચે થર્મોન્યૂક્લિયર ફ્યુઝન અને ઉત્તરી સમુદ્રના રસ્તાને (North Sea route) સંયુક્ત રૂપે વિકસિત કરવા પર વાત કરવામાં આવી રહી છે. નોર્થ સી રૂટ આર્કટિક સાગરના પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડે છે અને સમુદ્રના રસ્તે વેપાર કરવા મુદ્દે પણ આ રૂટ ગેમ ચેન્જર ગણાશે. રોસાતોમના CEO એ.ઈ.લિખાચેવાએ વધુ જણાવતા કહ્યું છે  ભારત અને રશિયાના વચ્ચે આવનારા સમયમાં પરમાણુ ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગ વધવાની સંભાવના છે. જેમાં ઉર્જા અને પરમાણુ સિવાયના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

WhatsApp Image 2024 03 12 at 4.21.29 PM ભારત અને રશિયા નોર્થ સી રૂટને મેરિટાઈમ કોરિડોર તરીકે ઉપયોગ કરશે

લિખાચેવા જણાવે છે કે ભારત અને રશિયા વચ્ચે ઉત્તર સમુદ્રના રસ્તાને વિકસિત કરવાની જરૂર છે. અત્યારે રોસાતોમ જ આ રૂટને વિકસિત કરવાનું કામ કરી રહી છે. જેથી એશિયા અને યુરોપ વચ્ચે હજારો કિલોમીટરની યાત્રા ઘટી જશે. આ રૂટની મદદથી રશિયાનું તેલ, કોલસો વગેરે ભારત જલ્દી પહોંચી જશે. ઉત્તર સમુદ્રનો રસ્તો વિકસિત થવા પર માલસામાન મોકલવા માટે જે સમય આપવામાં આવતો હતો તે ઘટીને બે અઠવાડિયામાં પહોંચી જશે. નોર્થન સી રૂટથી વેપાર વધવા લાગશે. જેથી અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર જોવા મળશે.

Watch | What is the Northern Sea Route and how important is it for India? - The Hindu

લિખાચેવાએ કહ્યું કે ભારત અને રશિયામાં પરમાણુ ક્ષેત્રમાં સહયોગની પણ ઘણી સંભાવનાઓ પ્રવર્તી રહી છે. કુડનકુલમ એટોમિક પાવર સ્ટેશનના નિર્માણ દરમિયાન બંને દેશોને સાથે કામ કરવાનો ઘણો અનુભવ મળ્યો. લિખાચેવાએ ગયા મહિને તમિલનાડુના કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રશિયાના સહયોગથી બનાવવામાં આવી રહ્યો છે. લિખાચેવાએ કહ્યું કે, બાંગ્લાદેશના રૂપપુરમાં રોસાતોમ દ્વારા બનાવવામાં આવી રહેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણમાં ભારતીય કંપનીઓ પણ સામેલ છે.

તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે વૈજ્ઞાનિક સંશોધન અને નિયંત્રિત થર્મોન્યુક્લિયર ફ્યુઝનના ક્ષેત્રમાં સહયોગની ઘણી સંભાવનાઓ છે. રોસાતોમ રશિયામાં બનાવવામાં આવી રહેલા MBIR મલ્ટી-પર્પઝ ફાસ્ટ ન્યુટ્રોન રિસર્ચ રિએક્ટરમાં ભારતીય વૈજ્ઞાનિકોને સંશોધન સુવિધાઓ આપવા માટે પણ તૈયાર છે. આ વિશ્વનું સૌથી શક્તિશાળી રિસર્ચ રિએક્ટર હશે અને મેડિકલ, એપ્લાઇડ ફિઝિક્સ અને નવા તત્વો બનાવવા જેવા મુદ્દાઓ પર સંશોધન હાથ ધરવામાં આવશે. ચીન પછી ભારતમાં સૌથી વધુ ન્યુક્લિયર પાવર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણના ઉપયોગમાં 50 ટકા ઘટાડો અને 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે અણુ ઊર્જા ખૂબ જ મહત્વપૂર્ણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃબિનમુસ્લિમો હવે ભારતમાં સરળતાથી નાગરિકતા મેળવી શકશે, વેબસાઈટ લોન્ચ કરાઈ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રોબોટ પીરસી રહ્યો છે બરફનો ગોળો, લોકોને ગમ્યો અનોખો અંદાજ

આ પણ વાંચોઃ IPL 2024/ સૂર્યકુમાર યાદવ IPLની મેચોથી કમબેક કરશે? ફિટનેસને લઈ મોટું અપડેટ

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી PM વિન્સ્ટન પીટર્સે પ્રતિનિધિમંડળ સાથે અક્ષરધામની મુલાકાત લીધી