Redevelopment/ નડિયાદ રેલ્વે સ્ટેશનનું 500 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નડિયાદ રેલ્વે સ્ટેશનનું અંદાજે 500 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવશે. તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. તેની સાથે 80 કરોડ રૂપિયાના ખર્ચે નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રેલ્વે ઓવરબ્રિજ પણ બનશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 76 નડિયાદ રેલ્વે સ્ટેશનનું 500 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે

નડિયાદઃ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નડિયાદ રેલ્વે સ્ટેશનનું અંદાજે 500 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવશે. તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. તેની સાથે 80 કરોડ રૂપિયાના ખર્ચે નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રેલ્વે ઓવરબ્રિજ પણ બનશે. રેલ્વે સ્ટેશન પર નગરજનો અને મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા અપાશે.

આ દિશામાં ચક્રો ગતિમાન કરવા કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે નડિયાદમાં બેઠક મળી હતી.

ખેડા જિલ્લાના મુખ્ય  મથક નડિયાદના જંકશન રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અને નવનિર્માણ સંબધિત એક અગત્યની બેઠક સાંસદ સેવા કેન્દ્ર ,નડિયાદ મુકામે  મળી હતી. કેન્દ્રીય  સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને મળેલી આ  બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ,રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પૈકી નડિયાદ  સ્ટેશનના ચીફ પ્રોજેકટ મેનેજર મુકેશકુમાર ,અમિતસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ  બેઠકમાં  નડિયાદના  જંકશન રેલ્વે સ્ટેશનના નવા બાંધકામ અંગે આર્કિટેક ઇજનેર  મોહમદજી દ્વારા પાવર પોઇન્ટ ડેમો બ્લુ પ્રિન્ટ રજૂ થઈ હતી. તેમા ઉપસ્થિત જન પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં નડિયાદ મહાનગર પાલિકા બનવા જઈ રહ્યું  છે. નડિયાદ ખેડા જિલ્લાનું  અતિ મહત્વનું નગર છે . ત્યારે અત્યાર સુધીમાં માતબર રકમ કહી શકાય તેટલા અંદાજીત રૂ.૫૦૦ કરોડના ખર્ચે નડિયાદના રેલ્વે સ્ટેશનના  પુનઃ વિકાસ અને બાંધકામનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના જે રેલ્વે સ્ટેશનનોનું પુનઃનિર્માણ થવાનું છે. તેમાં નડિયાદનો પણ સમાવેશ કરાયો છે.

તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રેલ્વે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત  કરું છું.નડિયાદ સરદાર પટેલનું જન્મ સ્થાન છે. નડિયાદનું સંતરામ મંદિર,જિલ્લામાં ભાથીજી મહારાજનું ફાગવેલ, સ્વામિનારાયણ ભગવાનનું તીર્થધામ વડતાલ જેવા ઐતિહાસિક, ધાર્મિક અને આઝાદીના સત્યાગ્રહ સાથે જોડાયેલી ઘટનાઓને અંકિત કરતી ડિઝાઇનને પણ રેલવે સ્ટેશનના  બાંધકામમાં સ્થાન અપાશે.

આ ઉપરાંત નડિયાદ રેલ્વે સ્ટેશનની બંને બાજુ વિભાજીત પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતો રૂ.80 કરોડના ખર્ચે  રેલવે ઓવરબ્રિજ પણ બનશે.નડિયાદના નગરજનો અને મુસાફર  જનતાની સુવિધાને પ્રાથમિકતા અપાશે.નડિયાદનું રેલ્વે સ્ટેશન  શહેર અને ખેડા જિલ્લાની શોભા બની રહે તેવી સાંસ્કૃતિક વિરાસતની વિવિધ થીમ પણ  બાંધકામમાં આવરી લેવાશે એમ કેન્દ્રીય  મંત્રી દેવુસિંહ  ચૌહાણે મીડિયાને સંબોધતા ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ