Trending news/ ભાડા પર પણ ઉપલબ્ધ છે આ ટાપુ, તમારે એક દિવસ માટે 37 લાખ રૂપિયા ચુકવવા પડશે

આ આખા ટાપુને ભાડે લેવા માંગે છે. તેના માટે તેણે દરરોજ લગભગ 37 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

Trending Ajab Gajab News
YouTube Thumbnail 2024 03 13T194232.078 ભાડા પર પણ ઉપલબ્ધ છે આ ટાપુ, તમારે એક દિવસ માટે 37 લાખ રૂપિયા ચુકવવા પડશે

યુકેમાં ઓસી નામનો એક ટાપુ છે, જે દેખાવમાં ખૂબ સુંદર છે, પરંતુ ઘણા ઓછા લોકો ત્યાં જાય છે, કારણ કે તેના વિશે ઘણા લોકો જાણતા નથી. સૌથી રસપ્રદ વાત એ છે કે જો કોઈ આ આખા ટાપુને ભાડે લેવા માંગે છે. તેના માટે તેણે દરરોજ લગભગ 37 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

મુસાફરી કરવી કોને ન ગમે? દુનિયામાં કેટલાક લોકો વર્ષમાં માત્ર એક કે બે વાર જ નજીકના સ્થળોની મુલાકાત લેવા મુસાફરી કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાના કામમાંથી સમય કાઢીને સીધા જ વિદેશ જતા હોય છે. ખાસ કરીને ઘણા લોકો ટાપુ પર જવાનું વધુ પસંદ કરતા હોય છે કારણ કે ત્યાંની સુંદરતા એવી છે કે તે કોઈને પણ મોહી લે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો પણ ટાપુ છે જેને તમે ઈચ્છો તો ભાડે લઈ શકો છો. અને તમે તમારી ઈચ્છા મુજબ ત્યાં આંનદથી મજા માણી શકો છો,આ ટાપુ યુકેમાં આવેલો છે.

આ ટાપુ નામ ઓસી ટાપુ છે, જે ચેમ્સફોર્ડ, એસેક્સથી માત્ર 10 માઇલ અને લંડનથી 45 માઇલ જેટલું દૂર આવેલું છે. સમુદ્રની વચ્ચે આવેલા આ ટાપુ વિશે ઘણા ઓછા લોકો જાણે છે, તેથી અહીં ભીડ ઓછી જોવા મળતી હોય છે, પરંતુ જે આ સ્થળ વિશે જાણતા હોય તેઓ અહીં વારંવાર આવવાનું પસંદ કરતા હોય છે, કારણ કે આ ટાપુ ખૂબ જ સુંદર છે. રસપ્રદ વાત એ છે કે આ ટાપુ પર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે લક્ઝુરિયસ ફ્લેટ્સ, ઉત્તમ રેસ્ટોરેન્ટ, જેથી લોકોને ત્યાં રહેવામાં કોઈ સમસ્યા પડતી નથી.

આ ટાપુ 380 એકરમાં ફેલાયેલો છે

ધ સનના રિપોર્ટ અનુસાર, 380 એકરમાં ફેલાયેલા આ ટાપુ પર હજારો વૃક્ષો અને છોડ છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. તેના સિવાય અહીં અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે, જેમના ડરામણા અવાજો પણ સાંભળવા મળે છે. ફ્કત એટલું જ નહીં, અહીં હંમેશા સંગીત અને સંગીતના અવાજો સંભળાય છે, કારણ કે આ ટાપુ પર બે સ્ટુડિયો બનાવામાં આવ્યા છે, જ્યાં અનેકવાર પાર્ટીઓ અને ઈવેન્ટ્સ થતા હોય છે.

આ આખો ટાપુ ભાડા પર પણ મળે છે

આ ટાપુના માલિકનું નામ નિગેલ ફ્રીડા છે. તે એક સંગીત નિર્માતા છે અને તેમણે તેને વર્ષ 2004માં ખરીદ્યું હતું. જોકે અહીં એક રાત માટે એક રૂમનું ભાડું લગભગ 32 હજાર રૂપિયા છે, પરંતુ જો કોઈ ઈચ્છે તો આખો આઈલેન્ડ ભાડે લઈ શકે છે. આ માટે તેમણે દરરોજ લગભગ 37 લાખ રૂપિયા ચુકવવા પડશે. આ ટાપુ પર 173 લોકો એકસાથે સરળતાથી રહી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Oscars 2024 Winners/‘ઓપનહેઇમર’ને 7 એવોર્ડ, ‘પૂઅર થિંગ્સ’ને 4 એવોર્ડ મળ્યા, તેમજ નોલાન-રોબર્ટ ડાઉની જુનિયરને મળ્યો પ્રથમ ઓસ્કાર

આ પણ વાંચો:Russia Ukraine War/રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરવા જઈ રહ્યું હતું, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ મામલો શાંત થયો

આ પણ વાંચો:GAZA STRIP/અમેરિકાએ ગાઝા પાસે અસ્થાયી બંદર બનાવી પેલેસ્ટિનિયનો માટે સહાયક જહાજ મોકલ્યું, નેતન્યાહુ સાથે ઘર્ષણ થયું