Bollywood/ અંગદ બેદીએ દેખાડી નવજાત દીકરાની ઝલક, નેહા ધૂપિયા સાથે કેક કટ કરીને કર્યું સેલિબ્રેશન

નેહા ધૂપિયા અને અંગદ બેદીએ પરિવારમાં નવા સભ્યનું વેલકમ ઘરમાં કેક કટ કરીને કર્યું હતું. જેની તસવીર એક્ટ્રેસે શેર કરી છે

Entertainment
Untitled 220 અંગદ બેદીએ દેખાડી નવજાત દીકરાની ઝલક, નેહા ધૂપિયા સાથે કેક કટ કરીને કર્યું સેલિબ્રેશન

હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ એક્ટ્રેસ નેહા ધૂપિયા પતિ અંગદ બેદી સાથે ગુરુવારે સાંજે ઘરે પરત ફરી હતી. નેહા ધૂપિયા જ્યારે ડિસ્ચાર્જ થઈને હોસ્પિટલ બહાર નીકળી રહી હતી ત્યારે કેમેરામાં કેદ થઈ હતી. જો કે, કપલે પાપારાઝીની સેમે બાળકનો ચહેરો ઢાંકી દીધો હતો.

હવે અંગદ બેદીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નેહા સાથેનો અદ્દભુત વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નેહા પતિના કપાળ પર કિસ આપી રહી છે અને આ દરમિયાન તેના ખોળામાં બેઠેલા નવજાત દીકરાની નાનકડી ઝલક જોવા મળે છે. વીડિયોમાં કપલે દીકરાના પગ દેખાડ્યા છે પરંતુ ચહેરો જોવા મળી શક્યો નથી.

https://www.instagram.com/reel/CUwXRxGIcdk/?utm_source=ig_embed&ig_rid=a0c26bef-349b-4388-97e8-2860582a8dab

નેહા ધૂપિયા અને અંગદ બેદીએ પરિવારમાં નવા સભ્યનું વેલકમ ઘરમાં કેક કટ કરીને કર્યું હતું. જેની તસવીર એક્ટ્રેસે શેર કરી છે. જેમાં કેક પર ચોકલેટનું ટેડી બેઅર જોવા મળી રહ્યું છે. આ સિવાય તેના પર લખ્યું છે ‘અમે ખૂબ જ ઉત્સાહિત છીએ લવ. નેહા અને અંગદ’

એક દિવસ પહેલા અંગદ બેદીએ ડિલિવરી રૂમમાંથી નેહા ધૂપિયા સાથેની સુંદર પળોની તસવીર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘હું તારો બેબી ડેડી છું…દરેક બાબત માટે આભાર શ્રીમતી બેદી…તું મને પૂરો કરે છે’.

Instagram will load in the frontend.

દીકરાનો જન્મ થયો તે વખતે અંગદ બેદીએ નેહા ધૂપિયાના મેટરનિટી ફોટોશૂટ દરમિયાનની તસવીર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘બેબી બેદી અહીંયા છે. ઈશ્વરની કૃપાથી આજે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. નેહા અને બાળક બંને તંદુરસ્ત છે. મેહર તેનું ‘બેબી’ ટાઈટલ નવા સભ્યને આપવા માટે તૈયાર છે. વાહેગુરુ મહેર રે. આ જર્નીમાં ખરેખર યોદ્ધા બનવા માટે આભાર. આપણા ચાર માટે ચાલ તેને યાદગાર બનાવીએ’.

Instagram will load in the frontend.