Not Set/ જસદણનો જંગ જીતવા કુંવરજી આશાવાદી, જુઓ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

જસદણ, ભાજપના ઉમેદવાર કુંવરજી બાવડિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી તેમજ ૧૦૫ વર્ષની માતાના આશીર્વાદ પણ લીધા હતાં. ત્યારબાદ તેઓએ મતદાન કર્યું હતું. જસદણની પેટા ચૂંટણીમાં આજે 2.32 લાખ મતદારો કોંગ્રેસ- ભાજપ સહિત આઠ ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે જે સાંજે 5 વાગ્યા સુધી 262 મતદાન મથક […]

Gujarat Others Trending Videos
mantavya 238 જસદણનો જંગ જીતવા કુંવરજી આશાવાદી, જુઓ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

જસદણ,

ભાજપના ઉમેદવાર કુંવરજી બાવડિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી તેમજ ૧૦૫ વર્ષની માતાના આશીર્વાદ પણ લીધા હતાં. ત્યારબાદ તેઓએ મતદાન કર્યું હતું. જસદણની પેટા ચૂંટણીમાં આજે 2.32 લાખ મતદારો કોંગ્રેસ- ભાજપ સહિત આઠ ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે જે સાંજે 5 વાગ્યા સુધી 262 મતદાન મથક ઉપર ચાલશે.

વોટિંગ કર્યા બાદ બાવળિયાએ કહ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક હશે”. સાથે સાથે તેઓએ જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ ૨૧૦૦૦ છે અને તેને તોડી ૫૧૦૦૦ વોટથી જીત મેળવશે એવો દાવો કર્યો હતો.

જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા છકડો રિક્ષા દ્વારા પોતાની કુળદેવી માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ પોતાના પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પેટા ચૂંટણી માટે કુલ ૨૬૨ મતદાન મથક બનાવવામાં આવ્યા છે અને સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જસદણ વિધાનસભા બેઠક પર કુલ ૨.૩૨ લાખ મતદારો છે, જેમાં ૧,૨૨,૧૮૦ પુરુષ અને ૧,૦૯૯૩૬ મહિલા ઉમેદવાર છે.

આ વિધાનસભા બેઠક પર વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ, કોંગ્રેસ સહિત કુલ ૮ ઉમેદવારો મેદાનમાં છે અને આ તમામ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી થશે.

તો આ તરફ જસદણમાં કુંવરજી બાવળિયા અને અવસર નાકિયા વચ્ચે જંગ છે. ત્યારે જસદણમાં કોની જીત થશે તે અંગે મંતવ્ય ન્યૂઝે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા સાથે વાતચીત કરી હતી.