Not Set/ છોટાઉદેપુર એસ ટી ડેપો વર્કશોપ પાસેથી બસ ઉઠાવી જતો ઈસમ ઝડપાયો

જયદિપ પરમાર, મંતવ્ય ન્યુઝ-છોટાઉદેપુર છોટાઉદેપુર એસ ટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલી છોટાઉદેપુર- માંડવી રૂટની એસ ટી બસ ન જી જે 18 ઝેડ 5951 આજરોજ બપોરના 1 વાગ્યાના સમયમાં ગોવિંદભાઇ સવલાભાઈ ધાણુંક નામનો ઈસમ બસ લઈને રવાના થઈ ગયો હતો. તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર એસ ટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલ છોટાઉદેપુર માંડવી […]

Gujarat Others
WhatsApp Image 2021 03 21 at 10.16.27 PM 1 છોટાઉદેપુર એસ ટી ડેપો વર્કશોપ પાસેથી બસ ઉઠાવી જતો ઈસમ ઝડપાયો

જયદિપ પરમાર, મંતવ્ય ન્યુઝ-છોટાઉદેપુર

છોટાઉદેપુર એસ ટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલી છોટાઉદેપુર- માંડવી રૂટની એસ ટી બસ ન જી જે 18 ઝેડ 5951 આજરોજ બપોરના 1 વાગ્યાના સમયમાં ગોવિંદભાઇ સવલાભાઈ ધાણુંક નામનો ઈસમ બસ લઈને રવાના થઈ ગયો હતો.
તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર એસ ટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલ છોટાઉદેપુર માંડવી રૂટની એ ટી બસ લઈ ને ગોવિંગભાઈ સવલાભાઈ ધાણુંક નામનો ઈસમ રવાના થઈ ગયો હતો જેનાથી એસ ટી તંત્રમાં બસ કોણ લઇ ગયું તે અંગે શોધખોળ શરૂ થઈ ગઈ હતી. આ બસ છોટાઉદેપુર તાલુકાના રંગપુર રાઠ વિસ્તાર માં આવેલ જોડાવાંટ ખડકવાડા સિંગલ પટ્ટી રોડ ઉપર થી મળી આવી હતી.

WhatsApp Image 2021 03 21 at 10.16.26 PM છોટાઉદેપુર એસ ટી ડેપો વર્કશોપ પાસેથી બસ ઉઠાવી જતો ઈસમ ઝડપાયો
રંગપુર ખડકવાડા રોડ ઉપર જતી બસની સામેંથી આવતી આર્ટિગા કાર પસાર થતા સિંગલ પટ્ટી રોડ હોય બસ રોડ ઉપરથી ખાડામાં ઉતરી ગઈ હતી. આર્ટિગા કાર ચાલકે બસ ઉપરના બોર્ડ જોયું ત્યારે છોટાઉદેપુર માંડવી રૂટની બસ અહીંયા કેમ ફરે છે. જે અંગે શંકા જતા પોલીસને જાણ કરી હતી. અને બસ સાથે આરોપી ગોવિંદભાઇ સવલાભાઈ ધાણુંક પણ મળી આવ્યા હતા. આ અંગે પકડાયેલ આરોપી ની વધુ પૂછપરછ ચાલુ છે તેમ પોલીસ તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.