Not Set/ UNએ પણ માન્યું પાક. છે આતંકીઓનું સેફ હેવન, દાઉદ-હાફિઝ સહિત ૧૩૯ ટેરરિસ્ટના નામ આવ્યા સામે

વોશિંગ્ટન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) દ્વારા દુનિયાના આતંકવાદીઓ અને આતંક વિરોધી ગતિવિધિઓ સાથે સંકળાયેલા સંગઠનોની એક સંયુક્ત યાદી જાહેર કરી છે. આ યાદીમાં આતંકવાદીઓ માટે પાકિસ્તાનને સેફ હેવન કહેવામાં આવ્યું છે કારણ કે દુનિયાના આતંકવાદીઓમાંથી ૧૩૯ આતંકીઓ નામ પાકિસ્તાનથી સામે આવ્યા છે. મંગળવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં ભારતમાં ઘણા કિસ્સામાં સામેલ આતંકી અંડરવર્લ્ડ ડોન દાઉદ […]

Top Stories
fgg UNએ પણ માન્યું પાક. છે આતંકીઓનું સેફ હેવન, દાઉદ-હાફિઝ સહિત ૧૩૯ ટેરરિસ્ટના નામ આવ્યા સામે

વોશિંગ્ટન,

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) દ્વારા દુનિયાના આતંકવાદીઓ અને આતંક વિરોધી ગતિવિધિઓ સાથે સંકળાયેલા સંગઠનોની એક સંયુક્ત યાદી જાહેર કરી છે. આ યાદીમાં આતંકવાદીઓ માટે પાકિસ્તાનને સેફ હેવન કહેવામાં આવ્યું છે કારણ કે દુનિયાના આતંકવાદીઓમાંથી ૧૩૯ આતંકીઓ નામ પાકિસ્તાનથી સામે આવ્યા છે.

મંગળવારે જાહેર કરવામાં આવેલી યાદીમાં ભારતમાં ઘણા કિસ્સામાં સામેલ આતંકી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઈદનું નામ પણ શામેલ કરવામાં આવ્યું છે.

“ડોન ન્યુઝ”ના જણાવ્યા મુજબ, “આ સૂચિમાં તે બધા લોકોના નામ છે જે પાકિસ્તાનમાં રહે છે અને ત્યાં સ્થિત અનેક આતંકવાદી સંગઠનોથી સબંધ રાખે છે તેમજ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા પણ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરતા આવ્યા છે”.

UN દ્વારા જાહેર યાદીમાં પ્રથમ નામ અયમાન-અલ-જવાહિરી છે, જે અલ-કાયદાના સરગના ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. સંયુકત રાષ્ટ્રાનો દાવો છે કે, જવાહિરી હાલ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સીમા પર કોઈ જગ્યાએ રહે છે. આ ઉપરાંત સૂચિમાં જવાહિરીના સાથીઓના નામ પણ છે, જે તેની સાથે જ છુપાએલા છે.

આ યાદીમાં એક ડજનથી વધુ એ આતંકીઓના પણ નામ છે જેને પાકિસ્તાનથી પકડીને અમેરિકાને સોપી દેવામાં આવ્યા છે.

આ સૂચિમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો પણ સમાવેશ થાય છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલના જણાવ્યા મુજબ, દાઉદ પાસે અલગ-અલગ નામના પાકિસ્તાની પાસપોર્ટ છે, જે રાવલપિંડી અને કરાંચીમાં જાહેર કરવામાં આવ્યા છે.

યુએન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, દાઉદ કરાંચીના નૂરબાદ વિસ્તારમાં પર્વતીય પ્રદેશમાં આવેલા શાહી મહેલ બંગલામાં રહે છે.

આ ઉપરાંત લશ્કર એ તૈયબના ચીફ હાફિઝ સઇદનું નામ પણ આતંકવાદી તરીકે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. જેને ઘણી આતંકવાદી હુમલાઓના સંડોવણીને કારણે ઇન્ટરપોલ શોધી રહ્યું છે. લશ્કરના મીડિયા ઇન-ચાર્જ અને હાફિઝના સહયોગી અબ્દુલ સલમ અને ઝફર ઇકબાલને પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. હાફિઝની જેમ એલઈટીના અન્ય આતંકીઓ માટે પણ  ઇન્ટરપોલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનોમાં અલ રશીદ ટ્રસ્ટ, હરકતુલા મુજાહિદ્દીન, ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન, વફા માનવતાવાદી સંસ્થા, જૈશ-એ-મોહમ્મદ, રબિતા ટ્રસ્ટ, લશ્કર-એ-ઝાંગવી, તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન જેવી આતંકી સંગઠનનો સમાવેશ કરવામાં આવ્યો છે.