બિપરજોય/ સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સ્થિતિ બેકાબૂ બને તેવી સંભાવના

બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તકેદારીના પગલા તરીકે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Bipperjoy 8 સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સ્થિતિ બેકાબૂ બને તેવી સંભાવના

બિપરજોય વાવાઝોડાના પગલે Bipperj0y-Saurashtra-Kutch ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તકેદારીના પગલા તરીકે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે વાવાઝોડું 15 જૂને કચ્છમાં ત્રાટકશે. કચ્છના નલિયા, જખૌ, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, લખપતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડશે. ઝડપી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. આમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 36 કલાક અત્યંત મહત્વના છે.

15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં Bipperj0y-Saurashtra-Kutch 150 કિ.મી.ની ઝડપે વિનાશક વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. તેના પછી આગામી 24 કલાક સુધી કચ્છને ધમરોળશે અને રાજસ્થાન તરફ આગેકૂચ કરશે.

આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સાથે જ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી આગાહી છે. તેમાં કચ્છ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ Bipperj0y-Saurashtra-Kutch કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે. જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

અમદાવાદમાં 15,16 અને 17 જૂને ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ ગીર સોમનાથ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનો વર્તારો છે. તથા મોરબી અને સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી જોયો નહી હોય તેવો વરસાદ પડશે તેમ કહેવાયું છે. છે. આમ વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ બિપરજોય-વરસાદ/ બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

આ પણ વાંચોઃ આગેવાની/ કચ્છમાં વાવાઝોડા સામે લડવાનું સુકાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંભાળ્યું

આ પણ વાંચોઃ Biparjoy In Gujarat/ ‘બિપરજોય’નો વધતો પ્રકોપ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,800 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચોઃ ફરી વધ્યો બિપજોયનો ખતરો!/ ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે ચક્રવાત બિપરજોય, કયા સ્થળોને થશે અસર, જાણો તમામ મહત્વની બાબતો