Not Set/ રાજકોટઃ 21 વર્ષે દેવ કોરડિયા બન્યો સરપંચ, સમગ્ર ગામમાં વાઇફાઇ સુવિધા આપવાનું સ્વપ્ન

રાજકોટઃ કાગદડી ગામમાં માંત્ર 21 વર્ષનો યુવાન સરપંચ બન્યો છે. પોતાના ગામની સમસ્યા અને ગામનો વિકાસ કરવા શું  કરી શકાય તે સારી રીતે જાણતો હોવાથી ગામના લોકોએ તેનો સાથ આપ્યો હતો. જેથી તેણે ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. અને ગ્રામજનોએ તેને જીત અપાવી હતી. ચૂંટણી જીત્યાબાદ તેણે જણાવ્યુ હતુ કે, રાજનીતિમાં કોઇ ઉમર નથી હોતી. 21 વર્ષનો […]

Gujarat

રાજકોટઃ કાગદડી ગામમાં માંત્ર 21 વર્ષનો યુવાન સરપંચ બન્યો છે. પોતાના ગામની સમસ્યા અને ગામનો વિકાસ કરવા શું  કરી શકાય તે સારી રીતે જાણતો હોવાથી ગામના લોકોએ તેનો સાથ આપ્યો હતો. જેથી તેણે ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. અને ગ્રામજનોએ તેને જીત અપાવી હતી. ચૂંટણી જીત્યાબાદ તેણે જણાવ્યુ હતુ કે, રાજનીતિમાં કોઇ ઉમર નથી હોતી.

21 વર્ષનો દેવ કોરડિયાનો પરિવારમાંથી કોઇ રાજકારણાં નથી. તે પરિવારનો પ્રથમ વ્યક્તિ છે જે રાજકારણાં આવ્યો છે. ગામમાં લોકોને પીવાલાયક પાણી  મળી રહે, પાણીનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાય વગેરે સિંચાઇનો પ્રશ્ને રાહત થાય તે ટે ખેત તલાવડીઓ ચેકડેમનું નિર્માણ તૂટેલનું રિપેરીંગ થાય તે જરૂરી ગણાવ્યું હતું. નોટબંધીનો નિર્ણય યોગ્ય ગણાવી  તેણે કહ્યું હતું કે, કેશલેશ સિસ્ટમ વિક્સાવવા કામ કરશે. દરેક ગ્રામજનોનાં બેન્ક અકાઉન્ટ હોય, ગામમાં વાઇફાઇની સુવિધા હોય તે તેનું સ્વપ્ન ગણાવ્યું હતું.