Not Set/ અરવલ્લીઃ દેશનું પ્રથમ ડિજીટલ ચેકપોસ્ટ શામળાજીમાં, ભારતમાં પ્રથમ પ્રયોગ ગુજરાતમાં

અરવલ્લીઃ જિલ્લાની શામળાજી આરટીઓ ચેક પોસ્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. હતું. ડિજીટલાઈઝેશનની મદદથી આરટીઓ ચેકપોસ્ટ પર પારદર્શક વહીવટ થાય તે માટે સરકાર દ્વારા ભારતભરમાં પ્રથમ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં વાહન પસાર કરાવવાની તમામ પ્રક્રિયા કોઇપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વગર સ્વયમસંચાલિત વ્યવસ્થા દ્વારા થશે. અને ફોલ્ડરીયા પદ્ધતિ બંધ થાય તે હેતુથી […]

Gujarat

અરવલ્લીઃ જિલ્લાની શામળાજી આરટીઓ ચેક પોસ્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. હતું. ડિજીટલાઈઝેશનની મદદથી આરટીઓ ચેકપોસ્ટ પર પારદર્શક વહીવટ થાય તે માટે સરકાર દ્વારા ભારતભરમાં પ્રથમ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં વાહન પસાર કરાવવાની તમામ પ્રક્રિયા કોઇપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વગર સ્વયમસંચાલિત વ્યવસ્થા દ્વારા થશે. અને ફોલ્ડરીયા પદ્ધતિ બંધ થાય તે હેતુથી શામળાજી આરટીઓ ચેકપોસ્ટને ડિજીટલાઈઝેશન કરવામાં આવ્યું છે.

જેમાં કેમેરાઓ દ્વારા સમગ્ર આરટીઓ ચેકપોસ્ટનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું કે,  શામળાજી આરટીઓ ચેકપોસ્ટ દેશની પ્રથમ ડીજીટલ આરટીઓ ચેકપોસ્ટ બનશે.જેથી ફોલ્ડરીયા મુક્ત આરટીઓ ચેકપોસ્ટ બનશે.

દેશની સૌ પ્રથમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ એવી AVMS RTO ચેકપોસ્ટનું શામળાજી ખાતે લોકાર્પણ કર્યું હતું. આ ચેકપોસ્‍ટ પર વાહનોની ઊંચાઈ, લંબાઇ, પહોળાઇ તેમજ વાહનમાં ભરેલા માલ અને વાહનના વજન માટે ઓટોમેટીક સેન્સર લગાવાયા છે. ચેકપોસ્ટ પરથી પસાર થતા પ્રત્યેક વાહનનું યુનિક ટેગિંગ થશે અને કેમેરાઓ દ્વારા સમગ્ર ચેકપોસ્ટનું સતત મોનેટરીંગ થશે.

આ પ્રસંગે સભાને સંબોધન કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,ટૂંક સમયમાં પેશા એક્ટને આદિવાસી વિસ્તારમાં લાગુ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં બાળકો ભણે માટે શાળામાં 24 કલાક શિક્ષકો હાજર રહે તે માટેની વ્યવસ્થા કરી છે. અત્યાર સુધી ચેક પોસ્ટ ભગવાન ભરોસે ચાલતી હતી તે બંધ કરીને આ ચેક પોસ્ટને યંત્રો સાથે જોડીને નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાના સપનાને વેગ આપ્યો છે.