સુરેન્દ્રનગર/ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષ માં 96 ખાદ્ય પદાર્થ ની વસ્તુઓના નમૂના લીધા.

93 નમૂનાઓ લેબ માં પાસ થઈ ગયા અને 3 ખાદ્ય પર્દાથ વેચનાર પર કાર્યવાહી ની તજવીજ શરૂ કરાઇ.

Gujarat
Untitled 10 2 જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષ માં 96 ખાદ્ય પદાર્થ ની વસ્તુઓના નમૂના લીધા.

સુરેન્દ્રનગર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ રીતે અખાદ્ય પદાર્થનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જિલ્લામાં જે સ્થળો પર અખાદ્ય પદાર્થનુ વેચાણ થઇ રહ્યુ છે. તે સ્થળોએ જઈ અને તેમના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં અખાદ્ય પદાર્થ નું બજારોમાં વેચાણ થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને આ બાબતે અનેક વખત જિલ્લા કલેકટર અને તંત્રને શહેરીજનો દ્વારા રજૂઆત કરી અને આવા આ ખાદ્ય પદાર્થ વેચી અને લોકોના શારીરિક શક્તિ ઉપર ચેડા કરનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

ત્યારે સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા શહેરી વિસ્તાર તથા ગામડાઓમાં વેચાતી આ ખાદ્ય પદાર્થોના એક વર્ષમાં 96 જેટલા નમૂના લેવામાં આવ્યા છે તેમાં લેબ ટેસ્ટિંગ માં 93 જેટલા નમુના પાસ થઈ ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને લઈને આ બાબતે આગળ ની કોઈપણ જાતની કાર્યવાહી 93 અખાદ્ય વેચાણ કરનાર વેપારીઓ ઉપર મળી રહ્યું છે ત્યારે આ બાબતે અનેક પ્રકારના સવાલો પણ ઉભા થવા પામ્યા છે.

સુરેન્દ્રનગર શહેરની તથા ગામડાઓમાં અખાદ્ય પદાર્થ અથવા દૂધની વસ્તુ ડુપ્લીકેટ તેલ બાળકોને આપવામાં આવતા પડીકાઓ ફરસાણ જે વિવિધ ખાણી-પીણીની વસ્તુઓના બેફામ વેચાણ થઈ રહ્યું છે તે છતાં પણ તંત્ર દ્વારા ગણ્યાગાંઠ્યા નમૂના લેવામાં આવ્યા છે અને તે પણ લેબ ટેસ્ટિંગ માં પાસ થઈ ચૂક્યા હોય તેવા લેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે.

સુરેન્દ્રનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ રીતે લોકોના સ્વાસ્થ્યને ચેડા જાહેરમાં કરવામાં આવી રહ્યા છે અને આ ખાદ્ય પદાર્થનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી ઉપર સવાલો ઉત્પન્ન થયા છે કારણ કે એક વર્ષના સમયગાળામાં માત્ર 96 જેટલા ખાણીપીણીના વસ્તુ ના નમૂના લેવામાં આવ્યા છે તેની ઉપર પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇને અનેક પ્રકારના સવાલો ફૂડ અને ડ્રગ્સ વિભાગની કામગીરી બાબત્ ઉભા થયા છે.

રેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ડુપ્લીકેટ સફેદ માવા નું વેચાણ થઈ રહ્યું છે સુરેન્દ્રનગર શહેરની બજારોમાં ડિસ્કો તેલનું વેચાણ થઈ રહ્યું છે મીઠાઈ ફરસાણ પાણી પાવુંચ જ જેવી અનેક વસ્તુઓનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે અને લોકોને સ્વાસ્થ્યને ચેડા થાય તે રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે તે થતાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મામલે કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી નથી સરકારી ચોપડે માત્રા કેસ અને લેબ ટેસ્ટિંગ માં દેખાડા પૂરતા નમુનાઓ લેવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે અન્યત્ર કોઈ પણ જાતની કાર્યવાહી અખાદ્ય પદાર્થ વેચનાર ઉપર એક વર્ષના સમયગાળામાં સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી નથી જેને લઇને કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.