ગુજરાત પ્રવાસ/ PM નરેન્દ્ર મોદીના બોડેલી સંભવીત કાર્યક્રમને લઈ વહિવટી તંત્રમાં દોડધામ

સભાના પાછળના ભાગે તેમજ નજીકમાં જ હેલીપેડ બનાવવાની કામગીરી શરૂ કરાઇ,  બોડેલીને પી.એમ મોદીએ વિજય ભૂમિ ગણાવી હોય જિલ્લા માટે કોઈ મોટી જાહેરાત કરશે તેવી આશા

Top Stories Gujarat Others
Untitled 40 15 PM નરેન્દ્ર મોદીના બોડેલી સંભવીત કાર્યક્રમને લઈ વહિવટી તંત્રમાં દોડધામ

P. M નરેન્દ્ર મોદીના બોડેલી સંભવીત કાર્યક્રમ ને લઈ વહિવટી તંત્ર મા દોડધામ મચી છે અધિકારીઓને કાફલા બોડેલી વિઝીટ કરી રહ્યા છે. બોડેલી તાલુકા સેવાસદનની બાજુમાં આવેલા મેદાનમાં કાર્યક્રમનું આયોજન થવાનું હોય જિલ્લા કલેકટર છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ જે જગ્યા પર પી.એમના કાર્યક્રમનું આયોજન કરવાનું છે તે જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. PM નરેન્દ્ર મોદી તારીખ 20 ઓકટોબરની આસ-પાસ બોડેલી આવશે જેમા મોટી સંખ્યામા જન મેદની એકઠી કરી સભા યોજવાનું આયોજન થનાર છે.

જિલ્લા કલેક્ટર સ્તૃતિ ચારણ સહીત ઉચ્ચ અધિકારીઓએ શરુ થયેલી કામગીરી પર વિઝિટ કરી હતી બોડેલી તાલુકા સેવાસદનની બાજુમાં આવેલા મેદાનમાં કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. જ્યારે સભાસદના પાછળના ભાગે તેમજ ત્રણ કિલોમિટર દુર બામરોલી ગામ પાસે હેલીપેડ બનાવવાની કામગીરી પણ શરુ કરાઇ છે. હાલ પી.એમ મોદીના કાર્યક્રમની સત્તાવાર કોઇ જાહેરાત કરાઇ નથી. પરંતું સંભવીત કાર્યક્રમ ને લઈ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવવડા સહિત ઉચ્ચ અધિકારીઓના કાફલા બોડેલીમાં ઉતરી ગયા છે.

Untitled 40 16 PM નરેન્દ્ર મોદીના બોડેલી સંભવીત કાર્યક્રમને લઈ વહિવટી તંત્રમાં દોડધામ

પી.એમ નરેન્દ્ર મોદી બોડેલીને વિજય ભૂમિ ગણાવી હોય છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પીએમ મોદીના સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાવાસીઓને PM નરેન્દ્ર મોદી આવે ત્યારે જિલ્લા માટે કોઈ મોટી જાહેરાત કરશે અને જિલ્લા ને કોઈ મોટી ભેટ આપશે તેવી આશા રાખી છે.

જિલ્લાના લોકોની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ધંધા રોજગારી સમસ્યા હોય અને જિલ્લાના લોકો ખેતી પર જ નિર્ભર હોય અહીંના લોકો કચ્છ તેમજ સૌરાષ્ટ્ર તરફ મજૂરી જઈ રહ્યા છે તો નરેન્દ્ર મોદી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં એક મોટી જી.આઇ.ડી.સી સ્થપાય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને છોટાઉદેપુર જિલ્લામાં મોટી જાહેરાત કરશે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે.