Not Set/ અમદાવાદમાં મોડી રાતે ઝૂંપડામાં સૂતેલા 4 લોકો પર ફરી વળ્યા કારના પૈડા,જેમાં 3 ઈજાગ્રસ્ત થયા અને 1 વ્યક્તિનું મોત થયું

અમદાવાદ માં મોડી રાત્રે શહેરના  શિવરંજની ચાર રસ્તા  હીટ એન્ડ રસ કેસ ની ઘટના બની હતી .

Ahmedabad Gujarat
Untitled 306 અમદાવાદમાં મોડી રાતે ઝૂંપડામાં સૂતેલા 4 લોકો પર ફરી વળ્યા કારના પૈડા,જેમાં 3 ઈજાગ્રસ્ત થયા અને 1 વ્યક્તિનું મોત થયું

રાજય માં થોડાક દિવસ પહેલા જ  નાઈટ  કર્ફ્યુંમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે  અમદાવાદ માં મોડી રાત્રે શહેરના  શિવરંજની ચાર રસ્તા  હીટ એન્ડ રસ કેસ ની ઘટના બની હતી . જેમાં  ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.  જોકે  અકસ્માત બાદ કારચાલક  ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો . ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં અકસ્માત કરનારાને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અકસ્માતની આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે  જેમાં  એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ધટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી.  જેમાં એક મહિલા નું મોત થયું થયું છે ટીમ્જ બાકીના ત્રણ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે .