Not Set/ સ્વિગીને મળ્યું 1 બિલિયન ડોલરનું ફન્ડિંગ, કંપનીની ટોટલ વેલ્યુ પહોચી 3.3 બિલિયન ડોલરે

ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ જાહેર કર્યું છે કે ફન્ડિંગ રાઉન્ડમાં એમને 1 ડોલર બિલિયનનું ફન્ડિંગ મળ્યું છે. આ ફન્ડિંગ રાઉન્ડ એમનાં હાલનાં રોકાણકાર Naspers  દ્વારા યોજવામાં આવ્યો હતો જે એક સાઉથ આફ્રિકન મીડિયા જાયન્ટ છે. નવા રોકાણકારોમાં ચાઈનાનાં Tencent – WeChat નાં માલિક, Hillhouse  Capital ,અને Wellington Management શામેલ છે. આ ઉપરાંત હાલનાં રોકાણકારો […]

Top Stories Food Business
swiggy lfd 3 સ્વિગીને મળ્યું 1 બિલિયન ડોલરનું ફન્ડિંગ, કંપનીની ટોટલ વેલ્યુ પહોચી 3.3 બિલિયન ડોલરે

ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ જાહેર કર્યું છે કે ફન્ડિંગ રાઉન્ડમાં એમને 1 ડોલર બિલિયનનું ફન્ડિંગ મળ્યું છે. આ ફન્ડિંગ રાઉન્ડ એમનાં હાલનાં રોકાણકાર Naspers  દ્વારા યોજવામાં આવ્યો હતો જે એક સાઉથ આફ્રિકન મીડિયા જાયન્ટ છે.

નવા રોકાણકારોમાં ચાઈનાનાં Tencent – WeChat નાં માલિક, Hillhouse  Capital ,અને Wellington Management શામેલ છે. આ ઉપરાંત હાલનાં રોકાણકારો DST Global, Meituan Dianping અને Coatue Management એ પોતાનાં રોકાણનો હિસ્સો વેચ્યો હતો.

આ ફન્ડિંગ સાથે જ કંપનીની ટોટલ વેલ્યુ 3.3 બિલિયન ડોલરે પહોચી ગઈ છે અને હાલ કંપની ઝોમેટો કરતાં વધુ વેલ્યુ ધરાવે છે.

દર મહિને સ્વિગી પર 25 મિલિયન ઓર્ડર થાય છે જયારે એની સરખામણીમાં ઝોમેટો પર દર મહિને 16 -17 મિલિયન ઓર્ડર થાય છે.