આરોગ્ય તપાસણી/ ગુરમીત રામ રહીમ દિલ્હીની એઇમ્સમાં દાખલ

દુષ્કર્મનાં કેસમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમની ફરી એક વખત તબિયત લથડી છે.

Top Stories India
11 278 ગુરમીત રામ રહીમ દિલ્હીની એઇમ્સમાં દાખલ

દુષ્કર્મનાં કેસમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમની ફરી એક વખત તબિયત લથડી છે. રામ રહીમને આજે સવારે 5.30 મિનિટ પર દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની એન્ડોસ્કોપી કરવામાં આવશે. આ સાથે, રામ રહીમની તબિયતને ધ્યાનમાં લેતા, તેને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

મળશે રાહત / ભારત બાયોટેકની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે WHO જલ્દી આપશે મંજૂરી, દસ્તાવેજોની સોંપણી

સાધ્વી જાતીય શોષણનાં કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમની અચાનક જેલમાં તબિયત લથડી ગઇ છે. ગુરુમીતની તબિયત લથડતા મંગળવારે સવારે 5.30 વાગ્યે રોહતકની સુનારીયા જેલથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એઈમ્સ દિલ્હીમાં ગુરમીતનાં સ્વાસ્થ્યને લઈને જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાવાયરસ અંગે પણ કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. આ પાંચમી વખત છે જ્યારે સજા ભોગવી રહેલો ગુરમીત જેલની બહાર આવ્યો છે. જાતીય શોષણનાં કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલો ગુરમીત રામ રહીમની બે મહિના પહેલા એટલે કે મે મહિનામાં પણ તબિયત બગડી હતી. આજદિન સુધી, ગુરમીત રામ રહીમની તબિયત લથડતા હોવાના કારણે રોહતક પીજીઆઈમાં પણ આરોગ્ય તપાસણી કરાઈ હતી.

Solar Storm / આજે કોઇ પણ સમયે પૃથ્વી સાથે અથડાઇ શકે છે સૌર વાવાઝોડું, ટીવી-મોબાઇલ નેટવર્ક થઇ શકે છે ઠપ

વળી, ગત મહિને એટલે કે જુનમાં પણ ગુરમીતને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટેસ્ટિંગ દરમ્યાન પ્રાથમિક તપાસમાં કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. પરંતુ આરટીપીસીઆરનો રિપોર્ટ નકારાત્મક આવ્યો, જેના પછી તેને કોવિડ વોર્ડથી 15 માં માળે ખસેડવામાં આવ્યો. એટલે કે, બે મહિનામાં ત્રીજી વખત ગુરમીત રામ રહીમની તબિયત લથડી છે. આપને જણાવી દઇએ કે, રામ રહીમને આગળની તપાસ માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે તેનો કોરોના ટેસ્ટ હોસ્પિટલમાં કરાયો ત્યારે જાણવા મળ્યું કે, તે કોવિડ પોઝિટિવ છે. રામ રહીમને બે મહિના પહેલા પેરોલ મળી હતી. પેરોલ માટેની અરજીમાં માતાની બીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.