Not Set/ ડુંગળીનો ભાવ લોકોની આંખોમાં લાવી રહ્યો છે આસુ, હવે કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

સમગ્ર દેશમાં ડુંગળીનાં વધતા ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે રાજસ્થાન અને કર્ણાટકથી ડુંગળી લાવવાનો નિર્ણય લીધો છે. દેશમાં ડુંગળીનાં ભાવ આસમાને પહોચી ગયા છે. કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે ડુંગળી અને ટામેટાંનાં ભાવને લઈને બેઠક યોજી છે. જેમાં રાજસ્થાન અને કર્ણાટકથી ડુંગળીનાં આગમનને દેશની મંડીઓમાં પરિવહન કરવા માટે બે ટીમો બનાવવામાં આવી […]

Top Stories India
Onion1 ડુંગળીનો ભાવ લોકોની આંખોમાં લાવી રહ્યો છે આસુ, હવે કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

સમગ્ર દેશમાં ડુંગળીનાં વધતા ભાવને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે રાજસ્થાન અને કર્ણાટકથી ડુંગળી લાવવાનો નિર્ણય લીધો છે. દેશમાં ડુંગળીનાં ભાવ આસમાને પહોચી ગયા છે. કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે ડુંગળી અને ટામેટાંનાં ભાવને લઈને બેઠક યોજી છે. જેમાં રાજસ્થાન અને કર્ણાટકથી ડુંગળીનાં આગમનને દેશની મંડીઓમાં પરિવહન કરવા માટે બે ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો બુધવારે રવાના થશે. જ્યાં આગામી 10 દિવસમાં ડુંગળીનું આગમન દેશની મંડીઓમાં ડુંગળીનાં ભાવને નિયંત્રિત કરી શકશે.

કેન્દ્રીય ઉપભોક્તા સચિવ અવિનાશ શ્રીવાસ્તવે ‘લોકમત’ ને જણાવ્યું હતું કે તેમણે વિદેશ મંત્રાલયનાં સચિવને કહ્યું છે કે દેશમાં કમોસમી વરસાદને કારણે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું છે. જેના કારણે મંડીઓમાં ડુંગળી ઓછી થઇ રહી છે. આવી સ્થિતિમાં તે તુર્કી, ઇજિપ્ત, ઇરાનનાં રાજદૂતોને પત્ર લખે અને આ દેશોમાં ભારતનાં વેપારીઓને ડુંગળીની આયાત કરવામાં મદદ કરે.

બેઠકમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, 25 નવેમ્બર સુધીમાં 2500 મેટ્રિક ટન ડુંગળી મિસ્ત્ર અને નેધરલેન્ડ પહોંચશે. રાજસ્થાન અને કર્ણાટક સરકારે પણ ખાતરી આપી છે કે તેઓ ટૂંક સમયમાં ડુંગળીનો નવો પાક મંડીઓમાં મોકલશે. જેનાથી ડુંગળીનાં ભાવ નિયંત્રિત થશે.

બેઠકમાં ગ્રાહક સચિવ અવિનાશ કુમારે મધર ડેરીને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે તે ટામેટાંનાં ભાવને નિયંત્રિત કરવા માટે 48 રૂપિયા કિલોની કિંમતે ટામેટાનું વેચાણ કાલથી શરૂ કરી દે. ઉલ્લેખનીય છે કે, પૂરને કારણે રાજ્યોમાં ટામેટાનાં પાકને પણ નુકસાન થયું છે. જેના કારણે મંડીઓમાં ટામેટાની આવકમાં ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.