આદેશ/ પંચમહાલમાં SPએ D.Y.S.P. અને P.I.સામે ખાતાકીય તપાસના આદેશ આપતા પોલીસ તંત્રમાં સન્નાટો,પૂર્વે કલેકટર એસ.કે.લાંગાના મામલે એકશન

પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એ ગોધરા બી ડીવીઝનના પી.આઈ.આર.કે.રાજપૂતની તાત્કાલિક અસરથી બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકીને આ ચોંકાવનારા પ્રકરણની તપાસ હાલોલના ડી.વાય.એસ.પી.વિક્રમસિંહ રાઠોડને સોંપી છે

Top Stories Gujarat
13 1 5 પંચમહાલમાં SPએ D.Y.S.P. અને P.I.સામે ખાતાકીય તપાસના આદેશ આપતા પોલીસ તંત્રમાં સન્નાટો,પૂર્વે કલેકટર એસ.કે.લાંગાના મામલે એકશન

ગાંધીનગર ખાતે પોતાની ફરજો દરમિયાન કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં પોલીસ રિમાન્ડનો સામનો કરી રહેલા પૂર્વે કલેકટર એસ.કે.લાંગા(I.A.S.) ને જ્યારે પોલીસ તંત્રનો કાફલો શોધતો હતો ત્યારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હામાં શરતી જામીન સંદર્ભમાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં જૂન અને જુલાઈ મહિનામાં અંધારી રાત્રે હાજરી પુરાવીને ચુપચાપ ચાલ્યા ગયા હોવાના બહાર આવેલા આ ચોંકાવનારા પ્રકરણને લઈને પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એ ગોધરા બી ડીવીઝનના પી.આઈ.આર.કે.રાજપૂતની તાત્કાલિક અસરથી બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકીને આ ચોંકાવનારા પ્રકરણની તપાસ હાલોલના ડી.વાય.એસ.પી.વિક્રમસિંહ રાઠોડને સુપ્રત કરી છે.

જ્યારે પંચમહાલના પૂર્વ કલેકટર એસ.કે.લાંગા સામે જમીન સંબંધી નોંધાયેલા ગુન્હાની તપાસ કરી રહેલા ગોધરા ડી.વાય.એસ.પી.પી.આર.રાઠોડ પાસેથી તપાસ આંચકી લઈને ગોધરા હેડક્વાર્ટર ડી.વાય.એસ.પી.એસ.બી.કૂંપવાતને સુપ્રત કરવાના આદેશોની સાથોસાથ જામીન શરતોનો ભંગ કરનાર પૂર્વ કલેકટર એસ.કે.લાંગા સામે સહાનુભૂતિઓ વ્યક્ત કરવાના ચોંકાવનારા કિસ્સામાં ગોધરાના તત્કાલીન સમયના ડી.વાય.એસ.પી.સી.સી.ખટાણા અને ડી.વાય.એસ.પી.પી.આર.રાઠોડ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની ખબરો સાથે પોલીસ તંત્રમાં જબરદસ્ત ખળભળાટ તો પ્રસરી જવા પામ્યો છે. સાથોસાથ ગાંધીનગરમાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડની ફરીયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા પૂર્વ કલેકટર એસ.કે.લાંગા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં હાજરી પુરાવીને રવાના થઈ ગયા હોવાની આ ખબરોએ ગુજરાત પોલીસ તંત્રના સત્તાધીશોને પણ ચોંકાવી દીધા હોવાનું કહેવાય છે.

ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં પંચમહાલના પૂર્વ કલેકટર એસ.કે.લાંગા સામે ખેડૂત બિનખેડૂતના વિવાદિત ત્રણ જમીન પ્રકરણોની ફાઈલો ક્લિયર કરવાના વિવાદાસ્પદ વહીવટ સામે સરકાર પક્ષે ગુન્હો દાખલ કરાયો હતો. આ ગુન્હામાં પંચમહાલ અદાલત માંથી પૂર્વ કલેકટર એસ.કે.લાંગાએ શરતોને આધીન આગોતરા જામીન મેળવ્યા હતા એમાં દર મહિનાની તા.૧ થી ૫ સુધીમાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં હાજરી પુરાવવાની હતી.પરંતુ એક વર્ષ સુધી પૂર્વ કલેકટર એસ.કે.લાંગા હાજરી પુરાવવા માટે આવ્યા નહિ આ શરત ભંગ બદલ અદાલતમાં રિપોર્ટ કરીને જામીન રદ્દ કરાવવાની કાર્યવાહીમાં બેદરકારી દેખાડનારા અને ગાંધીનગરમાં પોલીસ ફરીયાદ દાખલ થતાવેંત ભૂગર્ભમાં ઉતરી જઈને જૂન અને જુલાઈ મહિનામાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં મોડીરાત્રે હાજરી પુરાવીને પોલીસ તંત્રની નજરો સામેથી સરકી જનારા પૂર્વ કલેકટર એસ.કે.લાંગાની આ ચોંકાવનારી ચતુરાઈના કરતૂકો સામે પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એક પી.આઈ. અને બે ડી.વાય.એસ.પી. સામે સખ્ત તપાસના આદેશો આપ્યા છે.