લગ્નેતર સંબંધ/ પ્રેમિકાએ સંબંધ તોડતા પ્રેમીએ અંગત ફોટો કર્યા વાયરલ, 3 બાળકોની માતાએ નોંધાવી FIR

અમદાવાદનાં સરદાનગરમાં રહેતી 45 વર્ષીય મહિલાને પ્રેમી સાથે સંબંધ તોડવો ભારે પડ્યો. સંબંધ તોડતા માનસિક વિકૃત પ્રેમીએ અંગત પળોનાં ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ કરતા મહિલાએ ફરિયાદ નોંધાઈ.

Gujarat Others
ahd 4 પ્રેમિકાએ સંબંધ તોડતા પ્રેમીએ અંગત ફોટો કર્યા વાયરલ, 3 બાળકોની માતાએ નોંધાવી FIR

@ ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં સરદાનગરમાં રહેતી 45 વર્ષીય મહિલાને પ્રેમી સાથે સંબંધ તોડવો ભારે પડ્યો. સંબંધ તોડતા માનસિક વિકૃત પ્રેમીએ અંગત પળોનાં ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ કરતા મહિલાએ ફરિયાદ નોંધાઈ. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પરણિત મહિલા પરિવારનું ગુજરાત ચલાવવા રસોડાનું કામ કરે છે. જ્યાં રસોઈ બનાવવા આવતા ભવાનસિંહ રાઠોડ સાથે આંખ મળી ગઈ.

કૃષિ આંદોલન / PM મોદીનું દિલ માત્ર ઉદ્યોગપતિઓ માટે જ ધડકે છે : ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીનો તંજ

મહિલા પ્રેમ માં અંધ બનીને પ્રેમીની વાતો માનતી રહી. અંગત પળોના ફોટો ખીચવાતી રહી. પરંતુ જ્યારે મહિલાએ પ્રેમીની વાત માનવાનો ઇન્કાર કર્યો તો માનસિક વિકૃત પ્રેમી ભવાનસિંહએ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેનું શોષણ કરતી રહી. મહિલાએ પ્રેમીથી કંટાળી ને તેનો સંપર્ક બંધ કરી દેતા આરોપીએ વોટસએપ અને ફેસબુક પર ફોટો વાયરલ કરી દેતા મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.. આ મહિલા પ્રેમીથી છુટકારો મેળવવા આજીજી કરી રહી છે.

Covid-19 / આનંદો ગુજરાત…! આજે ગુજરાતમાં કોરોનાનાં કારણે કોઇનો જીવ નથી ગયો

આરોપી ભવાનસિંહ રાઠોડ પણ પરણિત છે. પરંતુ પત્ની થી મનમેળ નહિ મળતા બન્ને વચ્ચે છૂટાછેડા નો કેસ ચાલુ છે. જ્યારે ભવાનસિંહ આ મહિલાને સંજય નામથી પરિચય માં આવ્યો. મહિલાને સબંધ રાખવા સતત દબાણ કરતો રહ્યો. અને મહિલા તેના પ્રેમ માં પીગળી ગઈ.  આ પ્રેમ મહિલા માટે આફત બની ગયો છે. કારણે સંતાનો ના લગ્ન થઈ ગયા છે. અને પ્રેમીએ દીકરી અને પુત્રવધુ ના ફોટા પણ અશ્લીલ બનાવીને સોસીયલ મીડિયામાં વાયરલ કરી દીધા છે. જેથી આ પરિવાર આરોપીએ સજાની માંગ કરી રહ્યો છે. એરપોર્ટ પોલીસે આ કેસમાં છેડતી અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

મોટી જાહેરાત / ગુજરાતનાં 6 કોર્પોરેશનનાં મેયર પદ માટે રિઝર્વેશન જાહેર

પ્રેમમાં સજા ભોગવી રહેલી મહિલા હવે પ્રેમીથી છુટકારો મેળવવા પોલીસ સ્ટેશનમા ધક્કા ખાઈ રહી છે. પોલીસે પણ મહિલાનું નિવેદન લઈને આરોપી ભવાનસિંહ રાઠોડની શોધખોળ શરૂ કરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…