અમદાવાદ/ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો કરોડપતિ એકટીવા ચોર

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક એવા ચોરની ધરપકડ કરી છે જે પહેલાથી જ કરોડપતિ છે. અમદાવાદમાં કરોડો રૂપિયાની મિલ્કત હોવા છતાં કામ ચોરી અને ફરવા માટે 100થી વધુ એક્ટીવાની ચોરી કરનારની ધરપકડ કરાઈ છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 64 અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો કરોડપતિ એકટીવા ચોર

@રવિ ભાવસાર 

Ahmedabad News: અત્યાર સુધી તમે ગુનેગારો તો અનેક જોયા છે. મોટા ભાગના કિસ્સામાં આર્થિક તંગી કે અન્ય બાબતો માટે કોઈ વ્યક્તિ ગુનાની રાહ પર ગયો હોવાનું જોવા મળ્યું છે. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક એવા ચોરની ધરપકડ કરી છે જે પહેલાથી જ કરોડપતિ છે. અમદાવાદમાં કરોડો રૂપિયાની મિલ્કત હોવા છતાં કામ ચોરી અને ફરવા માટે 100થી વધુ એક્ટીવાની ચોરી કરનારની ધરપકડ કરાઈ છે.

મુંબઈમાં એક ભીક્ષુક પાસે કરોડોની મિલ્કત છે તે વાત તો આપણે સૌ જાણીયે છીએ પરંતુ અમદાવાદ પોલીસે કરોડપતિ ચોરની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દાણીલીમડા પીરાણા સાઈટ પાસે એક ખુલ્લા મેદાનમાંથી હિતેષ જૈન નામનાં યુવકને જથ્થાબંધ એક્ટીવા સાથે પકડી પાડ્યો છે. આરોપી શાહીબાગ વિસ્તારમાં બે મકાન ધરાવે છે જેમાં એક મકાનની કિંમત 1 કરોડ 20 લાખ આસપાસ છે જ્યારે અન્ય મકાનની 80 લાખ આસપાસ.. છતાં પણ તેને ફરવા માટે વાહનની જરૂર હોય અને તે કોઈ કામધંધો કરતો ન હોવાથી જ્યાં એક્ટીવા દેખાય ત્યાંથી ડુપ્લીકેટ ચાવીથી એક્ટીવા ચોરી કરતો અને ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે તેના કબ્જામાંથી 30 એક્ટીવા કબ્જે કરી છે જે તેણે અમદાવાદ, ગાંધીનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી હતી.

પકડાયેલો આરોપી વર્ષ 2016 થી વાહન ચોરીના રવાડે ચઢ્યો છે. તેને એક મકાનનું દર મહિને 12 હજાર રૂપિયા ભાડુ પણ આવે છે છતાં તે આ ગુના આચરતો હતો. અગાઉ તે 100 થી વધુ એક્ટીવા ચોરીના ગુનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ચુક્યો છે જોકે જેલમાંથી છુટ્યા બાદ ફરી તે આ જ કામ શરૂ કરી દેતો. માત્ર 3 મીનીટમાં આ આરોપી કોઈ પણ એક્ટીવાને ચોરી કરી ફરાર થઈ જતો હતો. તેની પત્ની સાથે અણબનાવ થતા તેની પત્ની અને બાળકો અલગ રહે છે અને તે માત્ર માતા સાથે કરોડોના ફ્લેટમાં રહે છે. આ આરોપી અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલી એક્ટીવા પીરાણા પાસે ખુલ્લા મેદાનમાં મુકી હતી જેમાંથી બેટરી સહિતના સાધનો કાઢી પણ વેચતો હતો.. ફરવાના મોજશોખના કારણે કરોડોની મિલ્તક ધરાવતો યુવક ગુનાની દુનિયાનો સૌદાગર બની ગયો છે. તેવામા આરોપીની અન્ય કબૂલાત અંગે ક્રાઈમ બ્રાંચે પૂછપરછ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: