બનાસકાંઠામાં પડેલા વરસાદની Banaskantha-Damoverflow સાથે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બે ડેમ ઓવરફ્લો થયા છે. અમીરગઢના જાસોર ખાતે આવેલ કેદારનાથ ડેમ તેમજ દાંતીવાડામા આવેલો હડમતિયા ચેકડેમ ઓવરફ્લો થયો છે. પહાડી વિસ્તારમાં પડેલા વરસાદના પગલે પાણીના ઝરણાં વહેતા થયા છે. આ ઉપરાંત સીપુ ડેમ આધારિત હડમતિયા ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. બનાસકાંઠા જિલ્લામા નદી-નાળા છલકાતા ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા Banaskantha-Damoverflow વરસાદના કારણે બાલારામ નદીમાં નવા નીરની આવક થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નદી બે કાંઠે વહેતી થતાં કાંઠા વિસ્તારના લોકોને ભૂગર્ભ જળના તળમાં ફાયદો થવાની આશા છે.
અરવલ્લી જિલ્લામાં માલપુર અને મેઘરજ બાદ Banaskantha-Damoverflow ગઈકાલે મોડાસા ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મોડાસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. મોડાસાના રબારી વાસ અને ખાસ માર્કેટયાર્ડમાં પાણી ભરાયા છે. માર્કેટયાર્ડમાં ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા છે જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જવાથી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે.
મહેસાણાના ગોપીનાળામાં પાણી ભરાઈ જવાને Banaskantha-Damoverflow કારણે ખાનગી કંપનીની બસ ફસાતાં ટ્રાફિકજામ થયો હતો, જેના પગલે ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી જેસીબીની મદદથી બસને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે સમગ્ર રાજ્યમાં અને તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot Rain/ રાજકોટમાં ધીમીધારે અવિરત વરસાદઃ ન્યારી-ટુ ડેમ ઓવરફલો થવાની તૈયારી
આ પણ વાંચોઃ Ahmedabad-Heavyrain/ ફક્ત અડધા કલાકના વરસાદમાં અમદાવાદ પાણી-પાણી, પૂર્વની સાથે પશ્ચિમમાં પણ હવે બધે પાણી-પાણી
આ પણ વાંચોઃ Jamnagar-Heavyrain/ જામનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચોઃ Jyoti Maurya Controversy/ SDM જ્યોતિ મૌર્ય કેસ પર મનીષ દુબેએ કહ્યું, ‘હું ફસાઈ ગયો છુ, મારી પ્રોફેશનલ લાઈફ ખરાબ થઈ રહી છે…’
આ પણ વાંચોઃ Rahul Gandhi-Farming/ સપનાનું કે સત્તાનું વાવેતરઃ રાહુલ ગાંધી ખેડૂતો સાથે ડાંગરના ખેતરમાં દેખાયા
