કેરળના કોઝિકોડ જિલ્લામાં ખતરનાક નિપાહ વાયરસના વધુ એક કેસ સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ માહિતી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક ખાનગી હોસ્પિટલમાં 24 વર્ષીય સ્વાસ્થ્ય કર્મચારી નિપાહ વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. આ સાથે કેરળમાં નિપાહ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.
રાજ્ય સરકારે વાયરસના ફેલાવાને રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન અને નિયંત્રણો જાહેર કર્યા છે. જે બાદ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની યાદી પણ ચિંતાનો વિષય બની છે કારણ કે 700 લોકો દર્દીઓના સંપર્કમાં આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ 700માંથી લગભગ 77 લોકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં છે.
કેરળ સરકારે નિપાહથી સંક્રમિત લોકો માટે અનેક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ઉચ્ચ જોખમ ધરાવતા નિપાહ દર્દીઓને તેમના ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મૃત્યુ પામેલા બે નિપાહ દર્દીઓના રૂટ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેથી લોકો તે રૂટનો ઉપયોગ ન કરે.
આ સાથે નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કોઝિકોડમાં તહેવારો અને ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લા પ્રશાસને જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય વિભાગે પોલીસને જિલ્લામાં પ્રવેશતા વાહનોની તપાસ માટે સરહદ પર ચેકપોસ્ટ ખોલવા જણાવ્યું છે. પોલીસને કેરળથી રાજ્યમાં પ્રવેશતા ફળોની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Accident/ અમદાવાદમાં ‘યમદૂત’ બન્યા હરતાફરતા ડમ્પર, યુવાનને કચડ્યો
આ પણ વાંચો: Israel/ ઈઝરાયલ અને ગાઝા બોર્ડર પર વિરોધ પ્રદર્શન દરમિયાન થયો વિસ્ફોટ: પાંચ લોકોના મોત
આ પણ વાંચો: Chemical Bottle Explosion/ રાજકોટમાં એક ઘરની અંદર કેમિકલની બોટલો ફૂટતા વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં
